શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠમાં રાજ્ય સરકાર હસ્તકનું આદ્યશક્તિ હોસ્પિટલ આવેલું છે.આજરોજ તારીખ ૧૦/૦૭/૨૦૨૩ ના રોજ જીસીએસ હોસ્પિટલ અમદાવાદ અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીમાં સંયુક્ત ઉપક્રમે વડી કચેરી ની માર્ગદર્શન હેઠળ સુપર સ્પેશાલિસ્ટ જેવી કે હૃદય રોગ,મગજના રોગ,કેન્સર રોગ,કિડનીના રોગ,હાડકા અને મણકાના, સ્પેશાલિસ્ટ ડોક્ટર દ્વારા અંબાજી તથા આજુબાજુના આંતરિયાળ વિસ્તારવાળા જરૂરિયાતઓ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .
જેના ઉપક્રમે 200 થી વધુ દર્દીઓએ કેમ્પની સેવાઓનો લાભ લીધો હતો. હવેથી આ કેમ્ય દર મહિનાના બીજા મંગળવારે યોજાશે, જેના કારણે અંબાજી તથા આસપાસના જરૂરિયાત વાળા દર્દીઓએ ઘર-આંગણે સુપર સ્પેશાલિસ્ટ તબીબોની સારવાર લાભ મળી શકે અને સરકારી યોજના પી.એમ.જે.વાય થકી એમને મફતમાં સારવાર તથા ઓપરેશન થઈ શકે.
સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર વાય. એમ.મકવાણા સાહેબ સહીત જીસીએસ હોસ્પિટલના ડોક્ટર સરફરાજ મનસુરી સહિત વિવિધ ડોક્ટરોએ અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલમાં હાજર રહીને વિવિધ દર્દીઓને ચકાસ્યા હતા. અને સારવાર પણ કરી હતી
અંબાજી પ્રહલાદ પૂજારી