શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમનો મહામેળો તા. ૫ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર- ૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. મેળા પ્રસંગે લાખો માઈભક્તો પદયાત્રા કરીને માં અંબેના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાની સુચારુ વ્યવસ્થાઓ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી અને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન મુજબ જિલ્લા કક્ષાની વિવિધ ૨૮ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ વર્ષે ડિઝીટલ ઇન્ડિયા અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરી ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાતભરના પદયાત્રી સંઘો તેમજ માત્ર બનાસકાંઠા જિલ્લાના દાંતા, વડગામ, પાલનપુર અને અમીરગઢ તાલુકાની હદમાં થતા સેવા કેમ્પ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
જેમાં નીચે મુજબની પ્રક્રિયા કરી ઓનલાઈન નોધણી કરવાની રહેશે. ભાદરવી પુનમીયા પદયાત્રી સંઘો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન
• સૌ પ્રથમ વેબસાઈટ www.ambajitemplebooking.in અથવા www.ambajitemple.in ઓપન કરવી.
• ત્યારબાદ ભાદરવી પૂનમ સંઘ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવું.
• ઓનલાઈન નીચે મુજબ માંગેલ ફોર્મની વિગતો ભરવી
સંઘનું નામ, આયોજકનું નામ, આયોજકનો સંપર્ક નંબર, આયોજકનું ઈ- મેઇલ એડ્રેસ, આયોજકનું સરનામું, ગામ, તાલુકો, જીલ્લો, સંઘ પ્રસ્થાન તારીખ, સંઘની અંબાજી ખાતે પહોંચવાની તારીખ, સંઘનું અંબાજી ખાતે રોકાણ, સંઘમાં આવનાર યાત્રિકોની સંખ્યા, રૂટ, સંઘના સીધા સામાન માટેના વાહનની સંખ્યા, વાહન નંબરની વિગતો ભરી રજીસ્ટર/Register ઉપર ક્લિક કરવું.
ઉપરોક્ત વિગતો ભર્યા બાદ સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
• આપેલ વિગતોની પ્રાંત અધિકારીશ્રી દાંતા દ્વારા ચકાસણી કરવામાં આવશે.
• ચકાસણી કર્યાબાદ ઓનલાઈન મંજુરી આપવામાં આવશે.
• ફોર્મમાં દર્શાવેલ ઈ-મેઇલ અડ્રેસ ઉપર ઓનલાઈન વાહન પાસ આપવામાં આવશે.
• ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ વાહન સિવાયના વાહન માટે પાસ મળશે નહિ.
• સંઘદીઠ વધુમાં વધુ ૪ વાહન પાસ પ્રાપ્ત થશે.
• વાહન પાસ માત્ર ઓનલાઈન પદ્ધતિથી ઈ-મેલ અડ્રેસ ઉપર જ મોકલવામાં આવશે.
• પદયાત્રી સંઘો માટે અન્ય કોઈપણ રીતે વાહન પાસ આપવામાં આવશે નહિ.
• ઓનલાઈન મંજુરી માટે કોઇપણ માહિતી માટે પ્રાંત કચેરી દાંતા , જીલ્લો– બનાસકાંઠા ફોન નંબર– ૦૨૭૪૯-૨૭૮૦૬૩ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
સેવા કેમ્પ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન- માત્ર બનાસકાંઠા જિલ્લાની હદ માટે જ
• સૌ પ્રથમ વેબસાઈટ www.ambajitemplebooking.in અથવા www.ambajitemple.in ઓપન કરવી.
• ત્યારબાદ ભાદરવી પૂનમ સેવા કેમ્પ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવું.
• ઓનલાઈન નીચે મુજબ માંગેલ ફોર્મની વિગતો ભરવી
સેવા કેમ્પનું નામ, આયોજકનું નામ, સેવા કેમ્પ શરુ કરવાની તારીખ, સેવા કેમ્પ પૂર્ણ કરવાની તારીખ, સેવા કેમ્પ કરનાર ટ્રસ્ટનું નામ, સેવા કેમ્પ સ્થળનું સરનામું, ,સેવા કેમ્પના મુખ્ય વ્યક્તિનું નામ, સંસ્થા/વ્યક્તિનું સરનામું, આયોજકનો સંપર્ક નંબર, આયોજકનું ઈ મેલ એડ્રેસ, સેવા કેમ્પ પ્રકાર, સીધા સમાન માટે વાહન સંખ્યા. આઈ.ડી પ્રૂફ (પી.ડી.એફ.) કોપી અપલોડ કરી માંગેલ વિગતો ભરી રજીસ્ટર/Register ઉપર ક્લિક કરવું.
• આપેલ વિગતોની પ્રાંત અધિકારીશ્રી દાંતા દ્વારા ચકાસણી કરવામાં આવશે.
• ચકાસણી કર્યાબાદ ઓનલાઈન મંજુરી આપવામાં આવશે.
• ફોર્મમાં દર્શાવેલ ઈ-મેઇલ અડ્રેસ ઉપર ઓનલાઈન મંજુરી આપવામાં આવશે.
• ઓનલાઈન દર્શાવેલ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
• ઓનલાઈન મંજુરી માટે જરૂરી માહિતી માટે પ્રાંત કચેરી દાંતા, જીલ્લો–બનાસકાંઠા– ફોન-૦૨૭૪૯-૨૭૮૦૬૩ નો સંપર્ક કરવાનો રહેશે.
• આ ઓનલાઈન મંજુરીના આધારે હંગામી વીજ કનેક્શન કે અન્ય જરૂરી મંજુરી આપવામાં આવશે.
• માત્ર બનાસકાંઠા જીલ્લાના દાંતા, વડગામ, પાલનપુર અને અમીરગઢ તાલુકાની હદમાં થનાર સેવા કેમ્પ માટે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી આર. કે.પટેલે અખબારીયાદીમાં જણાવ્યું છે.
અંબાજી પ્રહલાદ પૂજારી