104 જેટલા દિવ્યાંગ દર્શનાર્થીઓએ વહીલચેર અને ઇ રીક્ષા દ્વારા માં અંબા ના દર્શન કર્યા
સંવેદનશીલતાની અનુભૂતિ સાથે વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતા દિવ્યાંગ દર્શનાર્થીઓ
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ચૂક્યો છે. બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ ગુજરાત અને દેશભરના માઇ ભક્તોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહનો માહોલ છે ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા માં પદયાત્રીઓ, સંઘો સાથે વૃધ્ધો, વડીલો અને દિવ્યાંગ માઇભક્તો પણ માં અંબાને માથું ટેકવવા અને આશિર્વાદ મેળવવા આવતા હોય છે.
આવા વૃધ્ધો, અશક્તો, વડીલો અને દિવ્યાંગ માઇ ભક્તો પ્રત્યે વહીવટીતંત્ર એ સંવેદના દાખવી તેમના માટે દર્શનની અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વહીલચેર અને ઇ રિક્ષાની સુવિધા રાખવામાં આવી છે. જે અંતર્ગત મેળાના પ્રથમ દિવસે 104 દિવ્યાંગો, અશકતો અને વૃદ્ધોને ઈ રીક્ષા અને વ્હીલચેર મારફતે માતાજીના દર્શન કરાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. વૃદ્ધો, દિવ્યાંગો અને અશક્તોએ વહીવટીતંત્રની સંવેદનાને સરાહી તેમની કામગીરીને બિરદાવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી