Latest

અંબાજી મેળામા લગભગ 500 જેટલા માઈ ભક્તો ને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી

 

ગુજરાત સરકાર દ્વારા ચાલતી 108 એમ્બ્યુલન્સ ની નિઃશુલ્ક સેવા દરેક સમયે લોકો માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે અંબાજી મેળોમોકૂફ રહેલ. તેથી આ વખતે અંબાજી મેળાનું આયોજન માં માઈભક્તો વિશેષ ઉત્સાહથી જોડાયા હતા અને અંદાજીત 25 લાખ જેટલા ભક્તોએ માઁ અંબા ના દર્શન કર્યા હતા.

માઁ અંબાના દર્શનાર્થે આવતા માઈ ભક્તો ના આરોગ્ય ને ધ્યાન મા રાખી ને આ વખતે GVK EMRI 108 દ્વારા અંબાજી અને તેની આજુબાજુ માં વિવિધ જગ્યાએ દૂર દૂર થી આવતા માઈ ભક્તોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટેનુ ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ અને 11 એમ્બ્યુલન્સ ભક્તોની સેવા માટે 5મી સપ્ટેમ્બર થી 10મી સપ્ટેમ્બર માટે કાર્યરત કરવામાં આવી હતી.

આ 6 દિવસમાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા 497 લોકોને તાત્કાલિક ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી હતી, તેમાં મોટે ભાગે અબ્ડોમીનલ પેઈન, રોડ અકસ્માત, ફોલડાઉન, ચકકર આવવાના, શ્વાસની તકલીફના તેમજ ઝેરી જીવજંતુના કરડવાના કેસ વધારે પ્રમાણમાં હતા.

આ તમામ ઇમરજન્સીમા 108 એમ્બ્યુલન્સના તાલીમબધ્ધ ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) અને પાઈલોટ (એમ્બ્યુલન્સ દ્રાઈવર) દ્વારા તાત્કાલીક જીવનરક્ષક સારવાર આપવામાં આવી હતી.

બનાસકાંઠા અને પાટણ જિલ્લાનાના પ્રોગ્રામ મેનેજર શ્રી કમલેશ પઢિયાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે અંબાજીનો મેળો કોરોના પછી પ્રથમ વાર યોજવામાં આવ્યો હતો અને તે માટે વહીવટ તંત્ર અને વિવિધ વિભાગ દ્વારા ખુબજ ઉમદા આયોજન કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન આવતા દર્શનાર્થીઓના આરોગ્યલક્ષી તકલીફને પહોંચી વળવા માટે જી.વી.કે ઈ. એમ.આર. આઈ (GVK EMRI) દ્વાર અદ્યતન મેડિકલ સાધનો સાથે 11 (અગિયાર) 108 એમ્બ્યુલન્સ અને 51 જેટલા તાલીમબદ્ધ ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) અને પાઈલોટ (એમ્બ્યુલન્સ દ્રાઈવર)ને ફરજ સોંપવામાં આવી હતી તથા કોઈ સ્ટાફને તકલીફ ના પડે તે માટે સુપરવાઈઝરશ્રી ને સૂચના આપવામાં આવી હતી.

108ના કર્મચારીઓનો ઉત્સાહ મળી રહે તે માટે સુપરવાઈઝર નીતિન પટેલ અંબાજી ખાતે 24/7 હાજર રહ્યા હતા તથા મેળા દરમિયાન કોઈ એમ્બ્યુલન્સ બ્રેક ડાઉન થાય તો તેને તરત જ રીપેર કરી કાર્યરત કરવા માટે ફ્લીટ પાઇલોટ કિરણ પરમાર પણ ત્યાં હાજર રહ્યા હતા. તેમને વધુમાં જણાવ્યું હતું કે રોડ અકસ્માતના તેમજ એબ્ડોમીનલ પેઈન/ચક્કર આવવાના હોયકેસ મા વધારો જોવા મળ્યો છે.

આ 6 દિવસ નો કાર્યક્ર્મ શાંતિથી પૂર્ણ થતાં 108 ના અધિકારીશ્રીઓ દ્વારા તથા એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા જગત જનની માઁ અંબા ના શિખરે ધજા ચઢાવવામાં આવી હતી અને મેળાની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *