શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે માં અંબાના મંદિર સિવાય ભગવાન શિવ ના વિવિઘ મંદિરો આવેલાં છે ત્યારે અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો શિવ ભકિત મા લીન થયા છે, ત્યારે કેટલાક ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરી રહ્યા છે.અંબાજીના કુંભારીયા ખાતે આવેલા રામેશ્વર મહાદેવ ખાતે ભક્તો કરી રહ્યા છે પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
અંબાજી ખાતે 12 કરતા વધુ શિવના મહાદેવના મંદિરો આવેલા છે ત્યારે અંબાજી ના ભક્તો વિવિઘ શિવ મંદિરોમાં પુજા અર્ચના કરી રહ્યા છે. આમ શ્રાવણ માસમાં અંબાજી ધામ શિવમય બની ગયું છે.
:- પાર્થેશ્વર પૂજાનુ મહત્વ :-
અંબાજીના શિવ ભક્તોની ભકિત અનેરી છે આ ભક્તો છેલ્લા 12 વર્ષથી કુવારીકા માટી થી રોજે રોજ સવારે 1001 શિવલિંગ બનાવીને તેનું વિશેષ પૂજન અર્ચન કરી તેના પર બીલીપત્ર અર્પણ કરી શિવ આરાધના કરી રહ્યા છે અને સાંજે આ તમામ માટીના શિવલિંગને સરસ્વતી નદીના પાણી મા વિસર્જીત કરી રહ્યા છે.
આમ રોજના 1001 શિવલિંગ શ્રાવણ માસ નિમિત્તે આ ભક્તો એક મહિના સુધી ભક્તિ કરી શિવ આશિર્વાદ મેળવી રહ્યાં છે. આ પૂજાને સોડસો પચાર પુજન કહેવાય છે. દીપકભાઈ જોષી, ભાગ્યેશભાઈ શાસ્ત્રી સહિતના ભક્તો રોજ શિવ આરાધના કરી રહ્યા છે
અંબાજી પ્રહલાદ પૂજારી