શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમા આવનારા દિવસોમાં ગુજરાતમાં ચુંટણી યોજાવા જઇ રહી છે ત્યારે નેતાઓ અત્યારથીજ પ્રચારમાં લાગી ગયાં છે
અને વિવિઘ પાર્ટીઓ દ્વારા પુરી તાકાત લગાવી રહ્યાં છે. આજે અંબાજી ખાતે ગુજરાત સરકારના ઉર્જા મંત્રી મુકેશ પટેલ આવ્યા હતા તેમને અંબાજી મંદિરમા માતાજીના દર્શન કર્યા હતા
અને ત્યારબાદ તેઓ રાણપુર ગામે આદિવાસી પરિવારના ઘરે દિવાળી પર્વ મનાવવા ગયા હતા અને તેમને આઝાદી બાદ પ્રથમ વખત આ પરિવારને લાઈટ આપીને રોશનીથી તેમના ઘરમાં અજવાળું કર્યું હતું.
મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા વર્ષોથી અંબાજી માતાજીના દર્શન કરવા આવું છું અને દર્શન કર્યા બાદ જ મારા વિવિધ કામો શરૂ કરું છુ, હું જ્યારે નેતા ન હતો ત્યારથી માતાજીના દર્શન કરવા આવું છું અને આજે મંત્રી બનીને માતાજીના દર્શન કરવા આવ્યો છું
અને આદિવાસી પરિવારના ઘરે લાઈટ આપીને દિવાળી પર્વ મનાવ્યો હતો. આદિવાસી પરિવાર દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંત્રી દ્વારા આદિવાસી લોકોને રામરામ કરવામાં આવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે આઝાદી બાદ પ્રથમ વખત આ લોકોના ઘરે આજે લાઈટ આવે છે.
મંત્રી મુકેશ પટેલ જણાવ્યું હતું કે હું જ્યારે નવરાત્રિમાં તેમના ઘરે આવ્યો ત્યારે તે લોકોએ મને રજૂઆત કરી હતી કે મારા ઘરે લાઈટ નથી એટલે મેં મારા વિભાગને જાણ કરીને આજે તેમના ઘરે દિવાળીના દિવસે અજવાળું કરેલ છે. રમેશભાઇ પરમાર અને તેમના પરિવારના ઘરે આજે લાઈટ આવતા તેઓ ઘણા ખુશ થયા હતા મંત્રી દ્વારા તમામ આદિવાસી સમાજનાં લોકોને મીઠાઈ ખવડાવીને દિવાળી પર્વ ઉજવ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી