શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે તાજેતરમાં ભાદરવી મહાકુંભ શાંતી થી પુર્ણ થયો છેતો બીજી તરફ અંબાજી અને દાંતા તાલુકામાં લંપી વાયરસનો કહેર વધવા પામ્યો છે. અંબાજી ખાતે ગૌ માતાની સેવા માટે ગૌરી ગૌશાળા સેવા કેન્દ્ર દ્વારા પણ સુંદર કામગીરી હાથ ધરવામાં આવી છે.
અંબાજી ખાતે ખોડીયાર ચોક થી પરશુરામ ચોક સુધી ના વેપારીઓ દ્વારા આર્યુવેદિક ઉપચાર માટે સીધુ સામાન ભેગુ કરીને શ્રી ગૌરી ગૌશાળા સેવા કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સંસ્થા દ્વારા આર્યુવેદિક ઉપચાર માટે ગૌ માતા માટે સામગ્રી તૈયાર કરી ગૌ માતાને વિવિઘ વિસ્તારોમાં જઈને ખવડાવવામાં આવ્યું હતું. અંબાજી અને આસપાસનાં વિસ્તારોમાં શ્રી ગૌરી ગૌશાળા સેવા સંસ્થા ની કામગીરી ઘણી સુંદર રહી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી