વેળાવદર
ગુજરાતી ભાષાના લેખકોના હક્કો માટે અને તેના સાર્વત્રિક હિત માટે કામ કરતી સંસ્થા ગુજરાતી લેખક મંડળની વાર્ષિક સભા અને પરિ સંવાદનું આયોજન અમદાવાદની પંકજ વિદ્યાલય ખાતે તારીખ 2 ઓક્ટોબર ના રોજ કરવામાં આવ્યું છે.
ગુજરાતી લેખક મંડળના પ્રમુખ શ્રી મનીષભાઈ જાનીની યાદી મુજબ સવારે 9-45 કલાકથી સાંજે 5-30 કલાક સુધી યોજાયેલો આ કાર્યક્રમ બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે.
પ્રથમ ચરણમાં “અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાત” ના વિષય પર પરિસંવાદ યોજાશે. જેમાં પ્રકાશ શાહ,સ્વાતિ જોશી,અશ્વિન ચૌહાણ, સંજય ભાવે,મનીષી જાની,રજની દવે વગેરે વક્તાઓ વિવિધ વિષયો પર વિચારો અભિવ્યક્ત કરશે.દ્વિતીય ચરણમાં કાર્યક્રમના અંતે ગુજરાતી લેખક મંડળનો વાર્ષિક અહેવાલ પ્રમુખશ્રી તથા મંત્રીશ્રી મનહર ઓઝા દ્વારા પ્રસ્તુત થશે.
આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ગુજરાતી લેખક મંડળના સભ્યશ્રીઓ અને ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલાં સૌ સાહિત્ય રસીકો ઉપસ્થિત રહેશે. લેખક મંડળની કાર્યવાહક સમિતિના સભ્યશ્રીઓ શ્રી પ્રતિભાબેન ઠક્કર, સોમભાઈ પટેલ, પારુલબેન બારોટ, તન્મય તિમિર, તખુભાઈ સાંડસુર, રવજીભાઈ કાચા,દક્ષા સંધવી વગેરે કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે.