અમદાવાદ: ભારત સરકાર દ્વારા વિભાજનની પીડાની ગાથા સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે ગુરુવાર ના રોજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા કોમકો, બોડકદેવ ખાતે વિભાજનની માહિતી માટે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન સ્વતંત્રતા સેનાની શ્રી કાંતિભાઈ અંબાલાલ યાજ્ઞિક અને દસક્રોઈ વિસ્તારના માનનીય ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલના હાથે કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, જોધપુર વોર્ડ કાઉન્સેલર આશિષ ભાઈ પટેલ, બોડકદેવ વોર્ડ કાઉન્સેલર દેવાંગ ભાઈ દાણી પણ હાજર રહ્યા હતા.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ વતી ડીજીએમ શ્રી સ્વપ્નિલ અત્તરદે , સિનિયર મેનેજર શ્રી આશિષ વર્મા, સિનિયર મેનેજર શ્રી સુમિત ગુપ્તા, સિનિયર મેનેજર શ્રી રાજેન્દ્ર રંગવાણી, સિદ્ધાર્થ ગોપે એન્જિનિયરિંગ ઓફિસર તથા મોટી સંખ્યામાં ડીલર મિત્રોમાં કેસર પેટ્રોલિયમ થી નિલેશ ઠક્કર, સંજય ઠક્કર ઓટો કોર્નર , ડી કે પટેલ હેત પેટ્રોલિયમ, નીરવભાઈ ઠક્કર પૂર્ણિમા મોટર્સ,સતિષભાઈ જોશી કે ડી જોશી , આતિરહુસૈન મન્સુરી કિસ્વા પેટ્રોલિયમ, શાહ મહેતા માંથી તેજસ ઠક્કર વગેરે ડીલર મિત્રો, કોમકો પંપ નો સ્ટાફ, તથા ગ્રાહક મિત્રો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વતંત્રતા સેનાની કાંતિભાઈ અંબાલાલ યાજ્ઞિકે જણાવ્યું હતું કે નફરત અને હિંસાને કારણે લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને જીવ પણ ગુમાવ્યા હતા. આ દિવસ આપણને માત્ર ભેદભાવ, દુશ્મનાવટ અને અશુભતાના ઝેરને ખતમ કરવા માટે જ પ્રેરિત કરશે નહીં, પરંતુ તે એકતા, સામાજિક સમરસતા અને માનવીય સંવેદનાઓને પણ મજબૂત કરશે.
માનનીય ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ એ પણ તેમના વક્તવ્યમાં દેશ ના વિકાસ માટે દેશ પ્રેમ શા માટે જરૂરી છે તે ખૂબ જ સારી રીતે સમજાવ્યું હતું અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા ના નારા સાથે રાષ્ટ્રપ્રેમ જાગૃત કરાવ્યો છે. દરેક દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રગટ થઈ છે, અને દરેક દેશવાસી ઓ હર્ષ-ઉલ્લાસ સાથે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે અને દેશવાસીઓને આજે પોતે ભારતીય હોવાનું ગર્વ મહેસુસ કરી રહ્યા છે.
તેમના મંતવ્યો વ્યક્ત કરતાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ના ડીજીએમ શ્રી સ્વપ્નિલ અત્તરદે સાહેબે જણાવ્યું હતું કે ભારતના વિભાજન માઉન્ટબેટન યોજનાના આધારે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ કરવામાં આવ્યું હતું. આ એક્ટમાં કહેવામાં આવ્યું હતું કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત અને પાકિસ્તાન ડોમિનિયન નામના બે દેશોની રચના થશે અને બ્રિટિશ સરકાર તેમને સત્તા સોંપશે. આ સાથે 14 ઓગસ્ટે પાકિસ્તાન અને 15 ઓગસ્ટે ભારતીય દેશની સ્થાપના થઈ હતી. ભારતના ભાગલાથી લાખો લોકો પ્રભાવિત થયા હતા. વિભાજન દરમિયાન થયેલી હિંસામાં લગભગ 10 લાખ લોકો માર્યા ગયા અને લગભગ 1.45 કરોડ શરણાર્થીઓએ તેમના ઘર છોડીને બહુમતી સાંપ્રદાયિક દેશમાં આશ્રય લીધો હતો. આજે પણ બંને દેશો ધર્મના આધારે આ વિભાજનનો ભોગ બની રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આશિષભાઈ વર્મા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું
સ્વતંત્રતા સેનાની શ્રી કાંતિભાઈ અંબાલાલ યાજ્ઞીક નું પરિષદમાં સ્પિનિંગ વ્હીલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તથા માનનીય ધારાસભ્યશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ અને AMC ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ નું ગુલદસ્તો તથા સાલ ઓઢાડીને , કોર્પોરેટર આશિષભાઈ પટેલ તથા દેવાંગભાઈ દાણી નું પણ ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું .
વિભાજનની દર્દનાક યાદોથી લોકોને વાકેફ કરવા ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 11 થી 14 ઓગસ્ટ સુધી ચાલશે તો દરેક દેશપ્રેમીઓને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી શ્રી સ્વપ્નિલ સહેબ હૃદય પૂર્વક આમંત્રણ પાઠવે છે. અમદાવાદની જેમ જ ભાવનગર તથા મહેસાણામાં પણ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.