અમદાવાદ: 16મી સપ્ટેમ્બર-2022 એટલે વિશ્વ ઓઝોન દિવસ. આખા વિશ્વમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. અમદાવાદ ખાતે રેફ્રિજરેશન એર કન્ડીશનીંગ સર્વિસિંગ સેક્ટર સોસાયટી ગુજરાત ચેપ્ટર દ્વારા લોકોમાં જાગૃતિ કેળવવા વિશ્વ ઓઝોન દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં 500 થી વધુ લોકો પ્લે કાર્ડ સાથે જોડાયા હતા.
વિશ્વમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ 1994માં આ દિવસની જાહેરાત કરી હતી. રેફ્રિજરેશન એર કન્ડીશનીંગ સર્વિસિંગ સેક્ટર સોસાયટી ના ગુજરાત ચેપટર દ્વારા પોતાના મેમ્બર સાથે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થી 500 થી વધુ લોકો ની સાથે ઓઝોન બચાવવાના પ્લે-કાર્ડ સાથે 2 કિલોમીટર ની રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગુજરાત સરકાર ના એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ના મિનિસ્ટર શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત ગુજરાત ચેપટરના પ્રમુખ વિક્રમ દેસાઈ, ઉપપ્રમુખ દલસુખ વોરા ઉપસ્થિત રહયાં હતાં. ઓઝોન અવેરનેસ રેલી માં રેફ્રિજરેશન એર કન્ડીશનીંગ સર્વિસિંગ સેક્ટર સોસાયટી ગુજરાત ચેપ્ટર ના મેમ્બર્સ, એરકંડિશનિંગ કંપનીઓના બ્રાન્ચ હેડ, પર્યાવરણ મિત્રો, ટેક્નિકલ કોલેજો, આઈટીઆઈ ના પ્રોફેસર અને પ્રિન્સિપાલ પણ ઉપસ્થિત રહયાં હતાં.
પૃથ્વીના સંરક્ષણ માટે ઓઝોન બહુ મહત્ત્વપૂર્ણ છે. ઓઝોન એક ગેસનું નાજુક લેયર છે. અને સંરક્ષિત કરવાનું મહત્ત્વ પર પ્રકાશ ફેકતું એ લેયર સૂર્યમાંથી નીકળતા ખતરનાક પારજાંબલી વિકિરણો થી પૃથ્વી પરના બધા જીવોનું રક્ષણ કરે છે. આ વર્ષના વિશ્વ ઓઝોન દિવસની થીમ મોન્ટ્રીયલ પ્રોટોકોલ એટ 35 છે: પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરતું વૈશ્વિક સહયોગ. થીમ માત્ર ટકાઉ વિકાસ ને પ્રોત્સાહિત કરતી નથી પણ મોન્ટ્રીયલ પ્રોટોકોલ ની વ્યાપક અસરને પણ ઓળખે છે.