Latest

અમદાવાદ ખાતે ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રીશ્રી

અમદાવાદ: વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણીના ઉપલક્ષ્યમાં ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’માં ૧૬૦ જેટલી સુંદર અને અલભ્ય તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ આ તસ્વીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. કેમેરાના માધ્યમથી કચકડે કંડારાયેલી અનેક તસ્વીરી યાદગાર ક્ષણોને મુખ્યમંશ્રીએ બિરદાવીને તસ્વીરકારોને અભિનંદન પણ આપ્યા હતા

લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થપાયેલા ફોટો જર્નાલિસ્ટ એસોશીએશનના ૩૧ સભ્યો દ્વારા કોરોના કાળથી અત્યાર સુધીમાં કેમેરામાં કંડારાયેલી બેનમૂન તસ્વીરો આ ફોટો પ્રદર્શનમાં પ્રદર્શિત કરાઈ છે. પ્રાકૃતિક સૌંદર્ય, રીત-રિવાજ તથા માનવીય સંવેદના ઉપરાંત કોરોના કાળમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલી ટેસ્ટીંગથી માંડી અન્ય સુવિધાઓને ઉજાગર કરતી વિવિધ બાબતોને ફોટોકર્મીઓ દ્વારા કેમેરામાં કંડારવામાં આવી છે તે પૈકીની શ્રેષ્ઠ તસ્વીરો આ પ્રદર્શનમાં પ્રદર્શિત થઇ છે.

 

શ્રેષ્ઠ તસ્વીરો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા એમ અનુક્રમે શ્રી અમીતભાઈ દવે, શ્રી શૈલેષ પ્રજાપતિ અને શ્રી ધવલ ભરવાડને તથા ૧૦ કોન્સોલેશન પ્રાઈઝ મેળવનાર તસ્વીરકારોને મુખ્યમંત્રીના હસ્તે ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન જાહેર જનતા માટે તા ૨૮ ઓગષ્ટ સુધી સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહેશે.

આ ફોટો પ્રદર્શન પ્રારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેષ બારોટ, ભાજપાના શહેર પ્રમુખ શ્રી અમીતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહ, એસોસિયેશનના પ્રમુખ શ્રી કરણસિંહ પરમાર તથા અન્ય ફોટોગ્રાફર મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *