અનંતા હેલ્થ ટોટલ સેન્ટર જે ડૉક્ટર અંજલિ મુકરજીના હેલ્થ ટોટલ સાથે કોલોબરેશન માં ભાવનગર જીલ્લાના મહુવામાં તાલુકામા તાઃ- ૬/૮/૨૩ રવિવારના રોજ સંત શ્રી ધનસુખનાથ બાપુ, સંતશ્રી ભારાજગીરી બાપુ, ડૉક્ટર અંજલિ મુકરજી, શ્રી સૌરભ મુકરજી તેમજ સમાજના આગેવાનો, મિત્રો, વડીલો, હાજર રહી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,
જ્યાં આયુર્વેદિક, હોમીઓપેથીક એન્ડ નુટ્રીશન્સ ત્રણેયનું કોમ્બિનેશન કરી સારવાર કરવામાં આવશે અત્યારે જે રીતે લોકોમાં બીમારી તથા હાઇ ડોઝ ના કારણે પ્રોબ્લેમ થઇ રહ્યા છે ત્યારે આયુર્વેદિક અને હોમિયોપેથીક જ એક માત્ર ઈલાજ છે. મહુવામાં કીડઝિ અને પાઠશાળા સ્કૂલ ચલાવતા ભીખુભાઇ કામળીયા તથા હિના કામળીયા દ્વારા કુબેરબાગ નજીક, શુભ લક્ષ્મી કોમ્પ્લેક્સમાં શરુ કરવામાં આવેલ આ સેન્ટરમાં વેઇટ્ લોસ, B P ના પ્રોબ્લેમ, ડાયાબિટીસ, સાંધાના દુઃખાવા બાળકોના સ્પેશિયલ પ્લાન, ચામડીના રોગો, જેવા ૫૦ થી વધુ જુદા જુદા પ્લાન્સની સારવાર આપવામાં આવશે.
ખાસ આપના તંદુરસ્ત ભવિષ્ય માટે અનંતા હેલ્થ ટોટલ સેન્ટરની મહુવાના લોકોને સારી હેલ્થ મળી રહે તે હેતુથી “અનંતા” હેલ્થ ટોટલ લોકો માટે ખુલ્લું મુકાયું હતું.
રિપોટર મહેશ ગોધાણી ગારીયાધાર