આ રોડ નિર્માણથી કામરેજના અંદાજે ૭૦% વિસ્તારને દ્રુઢ અને સજ્જ માર્ગસંપર્ક મળશે. – શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
આ માર્ગ સ્થાનિક માળખાકીય સુવિધાઓ સાથે સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને નાના વ્યવસાયકારો માટે મજબૂત જીવનરેખા સાબિત થશે. – શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
જનતાની સુખાકારી માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સુવિધાઓના વિસ્તાર સાથે વિકાસની ચર્તુદિશા ખોલી રહી છે. – શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
સુરત: કામરેજ વિધાનસભા વિસ્તારમાં પરિવહન સુવિધાઓને વધુ સઘન અને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી અંદાજે રૂ. ૧૧ કરોડના ખર્ચે ૧૯.૬૦ કિ.મી. લાંબા અને ૫.૫૦ મીટર કાર્પેટ પહોળાઈ માર્ગ વિકાસ કાર્યનો પ્રારંભ રાજ્યના શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને સ્થાનિક હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું કે, “વલથાણ થી નગોદ સુધીના માર્ગ પરિપ્રેક્ષ્યમાં સમગ્ર કામરેજમાં આધારભૂત પરિવહન માળખું ઊભું કરવું એ મુખ્ય અભિગમ રહ્યો છે. ચીખલી, ડુંગર, ખાનપુર, મીરાપુર, પાલી, વલણ, માંકણા જેવા ગામોને જોડતો આ માર્ગ ૭૦% જેટલા કામરેજમાં માર્ગસંપર્ક મળવાથી સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને નાના વ્યવસાયકારો માટે મજબૂત જીવનરેખા સાબિત થશે. આ વિકાસકાર્યથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, ખેતી અને રોજગારી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને પણ ગતિ મળશે.
મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું કે, “અંત્યોદયને ધ્યેયમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિકાસના ફળો અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે.