દિલ્હી, સંજીવ રાજપૂત: સાબરકાંઠા લોકસભા સંસદીય મતવિસ્તારમાં હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી ચાલી રહેલી કામગીરીને 22 કિમી લંબાવી ખેડબ્રહ્માથી હડાદ સુધી જોડવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સુધી પહોંચવામાં અનુકૂળતા રહે તેવી ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ ઉદયપુરથી અમદાવાદ સુધીનું વિદ્યુતીકરણ કાર્ય જે લગભગ પૂર્ણ થઈ ગયું છે તેનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે દિલ્હીથી અજમેર, ઉદેપુર, હિંમતનગર અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવાની વાત કરી હતી.
વધુ મા તેમણે મુંબઈથી સુરત, વડોદરા, અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, અજમેર, જયપુર અને દિલ્હી માટે નવી સુપર ફાસ્ટ ટ્રેનો શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત અમદાવાદથી હિંમતનગર માટે દરરોજ સવાર-સાંજ નવી પેસેન્જર ટ્રેન શરૂ કરવાની વિશદ્ ચર્ચા કરી હતી.