કપિલ પટેલ દ્વારા અરવલ્લી:
“ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત પ્રધાનમંત્રી ના વરદહસ્તે પ્રધાનમંત્રી આવાસો ( ગ્રામીણ અને શહેરી) ના ઇ-લોકાર્પણ તેમજ જિલ્લાકક્ષાના યોજાનારા કાર્યક્રમમાં આવતીકાલે મોડાસાના ભામાશા હૉલ ખાતે પ્રધાનમંત્રી આવાસો ( ગ્રામીણ અને શહેરી) ના ઇ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રતિકારક રૂપે લાભાર્થીઓએ તેમના ઘરની ચાવી અને પૂજાની થાળી આપવામાં આવી.
કાર્યક્રમમાં લોકોને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી એ જણાવ્યું કે માં જેમ બાળકને સાચવે છે તેવી રીતે વડોદરાએ મને સાચવ્યો છે. આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. દરેક યોજનાનો લાભ ઘરે ઘરે પહોચાડવામાં આવશે.
કાર્યક્રમમાં લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે અંત્યોદયથી સૂર્યોદયનું લક્ષ્ય સાધી સૌને વિકાસની મુખ્યધારામાં લાવવાનો વડાપ્રધાનશ્રીનો સતત પ્રયાસ રહ્યો છે
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા ટીઓટીયા , ઈન ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી બી.ડી.દાવેરા, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.