Latest

આરોગ્યમંત્રીના હસ્તે વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું

હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરી રાજપૂત સમાજે આયોજનને ઉમળકાથી વધાવ્યું

જામનગર: જામનગરમાં જાજરમાન ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના શુભ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

અનાવરણ પહેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજાએ તલવાર તેમજ સાફો અર્પણ કરી મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રીએ પ્રતિમાનું અનાવરણ કરીને ચેતક પર અસવાર શ્રી મહારાણા પ્રતાપને નમન કર્યા હતા તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે હેલિકોપ્ટર માંથી પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ક્ષત્રિય પરંપરા મુજબનો તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.

મંત્રીશ્રી દ્વારા ઉદઘાટિત આ પ્રતિમા ૭.૪ ફૂટ ઊંચી છે તેમજ ૧૧૦ કિલો વજન ધરાવે છે. મેવાડના મહારાણા ઉદયસિંહ બીજા તેમજ મહારાણી શ્રી જયવંતાબાઈના પુત્ર અને મુગલોને પરાજિત કરનારા સિસોદિયા રાજવંશના મહાન યોદ્ધા શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમા જામનગરમાં ગૌરવ પથ પર કોર્ટ બિલ્ડિંગ સામેના સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી છે.

આ સર્કલને મહાનગરપાલિકા દ્વારા ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી શ્રી મહારાણા પ્રતાપ સર્કલ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે શહેરના મુખ્ય માર્ગોમાંના એક એવા ગૌરવ પથની શોભામા અભિવૃદ્ધિ કરશે. ઉલ્લેખનિય છે કે, ઉદઘાટન પ્રસંગે આ પ્રતિમા રાત્રે વિશેષ લાઈટિંગથી ઝળહળી ઉઠશે.

આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાંસદશ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી તેમજ શ્રી મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, કલેકટરશ્રી બી. એ. શાહ,જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મ્યુનિ. કમિશનર શ્રી ડી.એન. મોદી, ડીડીઓશ્રી વિકાસ ભારદ્વાજ, અગ્રણીશ્રી વિમલભાઈ કગથરા, કુસુમબેન પરમાર, પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા તથા બહોળી સંખ્યામા રાજપૂત સમાજના અગ્રણીશ્રીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *