Latest

અરવલ્લી : આખરે 27 વર્ષ પછી જીલ્લામાં મંત્રીપદમાં સ્થાન મળ્યું, MLA ભીખુસિંહ પરમારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે સપથ લીધા

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવ્યા પછી કમુર્તા પહેલા ગુજરાતના નવા વરાયેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નવી સરકારના મંત્રીઓની શપથવિધી સમારોહ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ની ઉપસ્થિતિમાં ગાંધીનગર હેલિપેડ ખાતે યોજાયો હતો જેમાં મોડાસા વિધાનસભા બેઠક પર વિજેતા ધારાસભ્ય ભીખુસિંહ પરમારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા જિલ્લાવાસીઓની ધારાસભ્ય ભીખુસિંહ પરમારને કયું ખાતું ફાળવવામાં આવશે તેના પર સૌની મીટ મંડરાઈ છે ભાજપના અગ્રણીઓ અને નાગરિકોએ ભીખુસિંહ પરમાર પર અભિનંદનની વર્ષા વરસાવી હતી

મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારને ગત મોડી રાત્રે કમલમ કાર્યાલયમાંથી મંત્રીપદના શપથવિધિ માટે ફોન આવતા તેમના ટેકેદારોમાં આનંદ છવાયો હતો મોડી રાત્રે તેમના નિવાસ્થાન ચારણવાડામાં ટેકેદારો પહોંચી અભિનંદન પાઠવ્યા હતા જો કે મંત્રીપદ માટે પ્રબળ દાવેદાર ગણાતા ભિલોડાના પૂર્વ IPS ધારાસભ્ય પી.સી. બરંડાને કમલમ કાર્યાલયમાંથી ફોન ન આવતા તેમના સમર્થકોમાં ભારે નિરાશા પ્રવર્તી રહી છે

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સરકારનો દબદબો છે મોડાસા વિધાનસભા બેઠક પર 4 ટર્મથી વિજેતા ધારાસભ્ય મૃદુ સ્વભાવના અને ભારે લોક ચાહના ધરાવતા દિલીપસિંહ પરમારને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું બાયડ બેઠક પરથી વિજેતા ધારાસભ્યોની ઉપેક્ષા કરતા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો છેલ્લી બે ટર્મથી જીલ્લાની ત્રણે બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો વિધાનસભા-2022માં બે બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપ આંચકી લેવામાં સફળ રહેતા 27 વર્ષ પછી ભાજપ સરકારમાં અરવલ્લી જીલ્લાને પ્રતિનિધિત્વને લઈને અટકળો ચાલી રહી હતી ત્યારે રવિવારે રાત્રે કમલમ માંથી મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારને રાજયકક્ષાના મંત્રીપદના શપથવિધિ માટે પ્રદેશ ભાજપ કાર્યાલય થી ફોન આવતા તેમના ઘરે મોડી રાત્રે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો આખરે મંત્રીમંડળમાં 27 વર્ષનો જીલ્લાનો વનવાસ પૂર્ણ થયો છે.

મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીપદમાં સ્થાન મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે ચૂંટણી ઢંઢેરામાં મોડાસામાં યુનિવર્સીટી સ્થાપવા માટે કરેલ વાયદો પૂર્ણ કરવા તેમજ ઉધોગ સ્થાપી લોકોને રોજગાર મળી રહે અને જીલ્લાનો વિકાસ વેગવંતો બને તે માટે પ્રયત્નશીલ કરીશ તેમ જણાવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *