Latest

અરવલ્લીમાં પ્રાકૃતિક કૃષિ અંગે અધિકારી કર્મચારીઓની એક દિવસીય તાલીમ યોજાઇ

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આત્મા પ્રોજેકટ અરવલ્લી દ્ધારા મકાઇ સંશોધન કેન્દ્ર, ભિલોડા ખાતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. તાલીમ અંતર્ગત પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા અરવલ્લી વી. કે. પટેલે પોતાના ઉદબોધનમાં આવેલ અધિકારી, કર્મચારીઓને પ્રાકૃતિક કૃષિનું મહત્વ તથા માનનીય વડાપ્રધાનના ના આહવાનને ધ્યાને લઈ ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુને સાર્થક કરવા માટે ખેતીવાડી, પશુપાલન અને બાગાયત વિભાગના અધિકારી કર્મચારી આ યોજનાને વેગ વધારવા માટે પ્રચાર પ્રસાર થાય તે માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું

પ્રશિક્ષક તરીકે મુકેશભાઇ પટેલ ઇન્ચાર્જ સહ સંશોધન વૈજ્ઞાનિકે સરળ ભાષામાં ખેડૂતોને કેવી રીતે સમજાવી શકાય તે ભાષામાં અધિકારી, કર્મચારીને પ્રાકૃતિક ખેતી વિષે સરળ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. અરવલ્લી જિલ્લાના એસ.પી.એન.એફ કન્વીનર ભાવેશભાઈ પટેલ દ્ધારા અગ્નિઆસ્ત્ર અને નિમાસ્ત્ર વિષે જાણકારી આપી તેમજ આત્મા પ્રોજેકટના પ્રગતિશીલ ખેડૂત અને મોડલ ફાર્મ ધરાવતા અશોકભાઇ પટેલ દ્ધારા તેમના પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદા અને મોડલ ફાર્મ બનાવવાની જાણકારી આપી. અરવલ્લી જિલ્લાના ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર વિપુલભાઈ પટેલ દ્ધારા પ્રાકૃતિક ખેતીમાં સપ્તધાન્ય અર્ક વિષે જાણકારી આપવામાં આવી હતી. સમ્રગ તાલીમનું આયોજન ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ તથા આત્મા પ્રોજેકટ ભિલોડા દ્ધારા સંચાલન તેમજ આભાર વિધિ કરવામાં આવી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *