કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના મોડાસા ના”સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે મોડી રાત્રે ૧૦.૩૦ વાગે ૧૮૧ અભ્યમ હેલ્પ લાઇન દ્વારા અજાણી અને માનસિક રીતે અસ્વસ્થ મહિલા ને આશ્રય માટે મૂકી ગયેલ ત્યાર બાદ સખી વન સ્ટોપ ખાતે આવેલ મહિલા ની શારીરિક પરિસ્થિતિ ગંભીર લાગતા “સખી” વન સ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક મિતલ બેન પટેલ,કેસ વર્કર શ્રદ્ધા બેન ચૌધરી, મલ્ટી પર્પઝ ગાયત્રીબેન પ્રજાપતિ અને સિકયુરિટી શિલ્પા બેન ઉપાધ્યાય ની ટીમ દ્વારા તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી એ્બ્યુલન્સ બોલાવી સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જઇ સારવાર કરાવવા માં આવેલ છે.
“સખી” વન સ્ટોપ સેન્ટર નો સ્ટાફ આ માનસિક અસ્વસ્થ અજાણી મહિલા નો પરિવાર બની સારવાર સારસંભાળ કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.
દિવસ રાત 24 કલાક મહિલાઓને માટે કાર્યરત સખી વન સ્ટોપ માં રોજેરોજ આવા અનેક કેસ આવતા હોય છે અને આવા કેસ માં સેવાઓ પુરી પાડી મહિલાઓને મદદરૂપ થવા નું ખુબજ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે