Latest

અરવલ્લી ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

અરવલ્લીના મોડાસા ખાતે શ્રેષ્ઠ પારિતોષિક -૨૦૨૨
વિતરણ સમારોહ યોજાયો

શિક્ષક કભી સાધારણ નહીં હોતા , પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ .”ચાણક્યનું આ વાક્ય શિક્ષકનું ઘણું મહત્વ સમજાવી જાય છે.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લીના મોડાસા ખાતે શ્રેષ્ઠ પારિતોષિક -૨૦૨૨
વિતરણ સમારોહ યોજાયો.જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા. અરવલ્લી જિલ્લો શિક્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે ત્યારે આજે ઉત્સાહભેર જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં સંબોધન કરતા કલેક્ટર ર્ડો.નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે…
આજે શિક્ષક દિવસ ઉજવીએ છીએ.આજે ર્ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિવસના દિવસે હે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.

એક શિક્ષક કેવી રીતે સમાજ, દેશને કેવી રીતે પ્રકાશ પાડી શકે છે તે તેમને જીવન ઉપરથી પ્રેરણા મળી છે.
આપણા જિલ્લાના પણ શ્રેષ્ઠ શિક્ષકોએ કોઈજ ચિંતા કર્યા વિના શિક્ષણને મહત્વ આપ્યું. અને સુંદર ભવિષ્ય ઘડતરમાં ફાળો આપ્યો.બાળકો શિક્ષકનું અનુકરણ કરતા હોય છે. અને જીવનના દરેક પડાવનો હિમ્મતથી સામનો કરવા માટે શ્રેષ્ઠ શિક્ષક બાળકને તૈયાર કરે છે.

શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષક વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને ઓળખે છે.શિક્ષક સામાજિક અને નૈતિક જવાબદારી લઈને બાળકોના ભવિષ્ય ઘડતર માટે મોટો ફાળો આપી રહ્યા છે.માનનીય વડાપ્રધાનશ્રીની સુંદર પહેલ છે કે શાળાના જન્મદિવસની ઉજવણી કરવી. તેનાથી શિક્ષકો અને બાળકો અને શાળાઓને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

આ કાર્યક્રમમાં મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણના અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સંબોધન કરતા જણાવ્યું ;શિક્ષક તરીકેનો વ્યવસાય અને શિક્ષક તરીકે જીવવું બંને અલગ વાતો છે. જે સમાજ અને જે વિસ્તાર માંથી આવું છું તેમાં દરેક પ્રસંગમાં શિક્ષકની જવાબદારી જોઈ છે.શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે.

જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે.શિક્ષણના આમુલ પરિવર્તનમાં રાજ્ય સરકાર વડાપ્રધાન ના નેતૃત્વમાં થઇ રહ્યું છે. પ્રવેશોત્સવ, ગુણોત્સવમાં ખુબજ સુંદર કામગીરી થઇ રહી છે.

ભણાવી દેવા કરતા ભણવાની ભૂખ જગાવવી તે એક શ્રેષ્ઠ શિક્ષક કરી શકે છે.સમાજમાં પ્રેરણારૂપ બનવું તેના માટે શું કરવું તે આપણે નક્કી કરવાનું છે. નિયતિએ નક્કી કરેલું છે સમાજનું ઘડતર કરવાનું, અને તેના માટે શિક્ષકને જવાબદારી મળી છે.આવનારા સમયમાં સમાજને શ્રેષ્ઠ ભવિષ્ય આપવું તે જવાબદારી છે.સરકારે પ્રયત્નો કર્યા છે,અને દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ મળી રહે તેના માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ માટે પણ નવા સંકલ્પો કરીએ,આદર્શ પરિસ્થિતિ નિર્માણ ક્યારે થાય જયારે આપણે આદર્શ બનીશું. જેવો શિક્ષક એવો સમાજ એવુ માનવું છે.આપણા જીવનને યોગ્ય માર્ગે લઈ જવામાં શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

આપણા જ્ઞાન , કૌશલ્યો અને આવડતને જાણીને આપણી સફળતામાં સહભાગી અને માર્ગદર્શક બને છે. આવો સાથે મળીને આવનારી પેઢીનું સિંચન કરીએ અને નવા સમાજનિર્માણનું ઘડતર કરીએ.

આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, પુરા પગારમાં સમાવેશ થયેલ શિક્ષકોને આદેશ વિતરણ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમા કલેક્ટર ર્ડો.નરેન્દ્રકુમાર મીના,જિલ્લા વિકાસ અધિકારી (ઇન્ચાર્જ, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. પરમાર, પ્રમુખ જિલ્લા પંચાયત, લાલસિંહ ચૌહાણ,જિલ્લા શિક્ષણઅધિકારી ગાયત્રીબેન પટેલ,અન્ય અધિકરીઓ અને બહોળી સંખ્યામાં જિલ્લાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *