શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી આસપાસના વિસ્તારની વાત કરવામાં આવે તો હાલમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતા દાંતા તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અંબાજી આસપાસના વિસ્તારની વાત કરવામાં આવે તો ઊંચા અને પહાડી વિસ્તારમાં ઝરણાઓ વહેતા થયા છે.
અંબાજી થી આબુરોડ તરફના માર્ગો પર છાપરી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. છાપરી નદીમાં વિપુલ માત્રામાં પાણી વહી રહ્યું છે. દાંતા આસપાસના વિસ્તારોમાં પણ વિવિધ નદીઓ ભયજનક રીતે વહી રહી છે. અંબાજી થી આબુરોડ માર્ગ પર ડેરી ગામમાં ભારે પવનના લીધે ઝાડ પડી ગયા હતા અને આ માર્ગ બંધ થવા પામ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી