Latest

આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો જોગ

આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ ખેડુતો તા. ૩૦ ડિસેમ્બર સુધીમાં બીલ જમા કરાવે

આણંદ, સોમવાર :: જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા અને કરવા માંગતા તમામ ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/લાભ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરી શકે તે હેતુથી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

જેમાં વિવિધ ઘટકો જેવા કે અતિ ધનિષ્ઠ તથા ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ, ફળ પાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, છુટા ફૂલો, પ્લાસ્ટીક મલ્ચીંગ, ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), ટ્રેક્ટર માઉન્ટેડ પંપ (20 BHP થી ઓછા/35 BHP થી વધુ), પાવર નેપસેક પંપ (૧૬ લી. વધુ), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પાવર ટીલર (8 BHP થી ઓછા/8 BHP થી વધુ), સરગવાની ખેતીમાં સહાય, વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર, હાઇબ્રીડ બિયારણ, કાચા મંડપ ટામેટા/મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, પ્લાસ્ટીક મલ્ચીંગ વગેરે યોજના અને ઘટકોમાં સહાય/લાભ લેવા માંગતા ખેડૂતોની ઓનલાઇન અરજી મંજુર થયેલ છે. જેના માટે સહાયના કેસના ખર્ચ બીલ તારીખ ૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં જરૂરી સાધનિક કાગળો સાથે જુના જિલ્લા સેવા સદનના ચોથા માળે રૂમ નં. ૪૨૭-૪૨૯ નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા નાયબ બાગાયત નિયામક, આણંદની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *