ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક દ્વારા તારીખ ૮/૮/૨૦૨૩ ના રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે ૬૪ મી વાર્ષિક સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું BDC બેંક ની સ્થાપના થી પહેલીવાર કેશુભાઈ નાકરાણી ચેરમેન બન્યા અને એક ટીમ બની બેંક ના ખોટા ખર્ચા બંધ કરી બેન્ક ના હિત મા ઘણા નિર્ણય લીધા જેના કારણે બેંક ની સ્થાપના પછી પ્રથમવાર સભાસદો ને 9 ટકા ડિવિડન્ડ અને આ વર્ષે વિક્રમ જનક 17 કરોડ નો નફો કરેલ છે જે સ્થાપના પછી પ્રથમવાર થયેલ છે આમ તો 22 કરોડ ઉપર નફો થવાનો હતો પરંતુ દર વર્ષે નાબાર્ડ 2 ટકા વ્યાજ ની સહાય દેશ ની તમામ સહકારી બેંક ને આપે છે આ વર્ષ થી નાબાર્ડ દ્વારા નિયમ બદલતા 0.5 ટકા વ્યાજ સહાય ઓછી કરેલ છે જેના કારણે મળવા બેંક ને 4.75 કરોડ જેટલી રકમ ની વ્યાજ સહાય ઓછી મળવા છતાં 17 કરોડ નો બેન્કે નફો કરેલ છે અને જો નાબાર્ડ ની સહાય મા 0.5 ટકા નો વ્યાજ સહાય કાપ ન થાત તોઆ વર્ષે બેંક દ્વારા 22 કરોડ ઉપર નફો થવાનો હતો જેને તમામ હાજર લોકો એ આવકારી અને અભિનંદન પાઠવ્યા હતા
આ સભામાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન શ્રી કેશુભાઈ નાકરાણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતસિંહજી ગોહિલ તેમજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના તમામ ડાયરેક્ટરો મંડળીના પ્રમુખો બેંકના સ્ટાફ ગણ તેમજ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ મહેશ ગોધાણી ગારિયાધાર