શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે.
અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં આજે ધુળેટી ના દીવસે ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા.
આજે અંબાજી મંદિરમાં વિવિધ દાતાઓ દ્વારા રોજના 200 કિલો મોહનથાળ મંદીર બહાર બનાવીને બપોરે માતાજીને રાજભોગમાં મોહનથાળનો પ્રસાદ ધરાવ્યા બાદ આજે દર્શન કરવા આવેલા તમામ ભક્તોને વિના મૂલ્ય મોહનથાળ નો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
અંબાજી મંદિરમાં 3 માર્ચ બપોર બાદ મોહનથાળ નો પ્રસાદ એકાએક ટ્રસ્ટ તરફથી બંધ કરવામાં આવતા તમામ ભક્તોની લાગણીને ભારે ઠેસ પહોંચી હતી ત્યારબાદ ગુજરાતના વિવિધ ગામો સુધી લોકોનો રોષ જોવા મળ્યો હતો અને અંબાજી મંદિરમાં પણ વિવિધ ભક્તો ગુસ્સે થયા હતા અને તેમની મુખ્ય માંગ હતી કે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તાત્કાલિક ધોરણે મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે આજે અંબાજી મંદિરમાં વિવિધ ભક્તો અને ધર્મપ્રેમી જનતા દ્વારા અંબાજી મંદિર બહાર મોહનથાળ બનાવીને બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગના થાળ મા મોહનથાળ ધરાવીને અંબાજી મંદિરના ચાચર ચોકમાં અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા તમામ ભક્તોને વિનામૂલ્ય મોહનથાળ નો પ્રસાદ આપવામાં આવ્યો હતો
આ તમામ ભક્તોએ જણાવ્યું હતું કે અમારી પાસે અત્યારે દસ દિવસ સુધીનું બુકિંગ થઈ ગયું છે અને અમે રોજના 200 કિલો મોહનથાળ બનાવીને અંબાજી માતાજીના મંદિરના ગર્ભગૃહમાં માતાજીને ધરાવીને અમે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા તમામ ભક્તોને વિનામૂલ્ય મોહનથાળની પ્રસાદી આપવાના છીએ
અંબાજી મંદિરમાં રાજકોટ થી આવેલા વિવિધ ભક્તોએ પણ સુખડીનો પ્રસાદ બનાવીને લાવ્યા હતા અને માતાજીના ધરાવ્યા બાદ તેઓ મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોને વિના મૂલ્ય પ્રસાદી તરીકે આપતા હતા. આજે અંબાજી મંદિરમાં રાજકોટ થી આવેલા ભક્તો પણ પોતાનાં તરફથી ભક્તોને સુખડીનો પ્રસાદ આપતા હતા
અને તેમની મુખ્ય માંગ હતી કે મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ ચાલુ થવો જોઈએ. આજે અંબાજી મંદિરમાં કિશોર શાસ્ત્રી , એડવોકેટ.ડામરાજી રાજગોર, બ્રહ્મ સમાજ બનાસકાંઠા પ્રમુખ (ગળામા લાલ ચુંદડી) સહીત વિવિધ સામાજિક આગેવાનો ભક્તો આગેવાનો ભક્તો અને અંબાજીના સ્થાનિક લોકો પણ મોહનથાળ પ્રસાદી વિતરણ કાર્યમાં સહભાગી થયા હતા.
:- 3 માર્ચ બાદ અંબાજી મંદિરમાં અંબાજી મંદિર ચેરમેન અને વહીવટદાર આવ્યા નથી :-
ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં 3 માર્ચ બપોર બાદ મોહનથાળ નો પ્રસાદ બંદ કરવામાં આવેલ છે. અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિરમાં અવારનવાર અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટદાર મુલાકાત લેતા હતા પરંતુ જ્યારથી મોહનથાળ નો પ્રસાદ બંદ કરવામાં આવેલ છે, ત્યારથી અંબાજી મંદિરના વહીવટદાર અને અંબાજી મંદિરના ચેરમેન અંબાજી મંદિરની મુલાકાત લીધી નથી.
અંબાજી પ્રહલાદ પૂજારી