અમદાવાદ: અમદાવાદ ખાતે ભારત-તિબેટ મૈત્રી સંઘ દ્વારા આંતરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
10 ડિસેમ્બર 1989 માનવ અધિકાર દિવસે દલાઈ લામાને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે અનુસંધાને અમદાવાદ તિબેટી સ્વેટર માર્કેટ, રિવર ફ્રન્ટ આશ્રમરોડ ખાતે ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા આંતરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં રાજ્ય સંયોજક ડૉ અમિત જયોતિકર, મહેન્દ્રશીલ ઉપાસક, પ્રદેશ અધ્યક્ષ અને કિરણ પરમાર, પ્રદેશ મહામંત્રી સહિત તિબેટ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત તિબેટ મૈત્રીસંઘ છેલ્લા 6 દાયકાથી તિબેટની આઝાદી ઉપર કાર્યરત છે
જેમાં ભારત-તિબેટ મૈત્રીસંઘના રાજ્ય સંયોજકના જણાવ્યા મુજબ તિબેટની અઝાદીમાં જ ભારતની સુરક્ષા છે તેવું તેઓનું માનવું છે જો તિબેટ આઝાદ થશે તો ચીનની સીમા દૂર જશે, ચીન દ્વારા નદીઓ પર પાણીને વાળવા બાંધેલા બાંધ દૂર થશે, કૈલાશ માનસરોવર મુક્ત બનશે આ વિશે રાજ્ય સંયોજક ડૉ અમિત જ્યોતિકર દ્વારા માહિતી આપવામાં આવી હતી.