Breaking NewsLatest

ભાવનગર શહેરની શિવાલિક આરોગ્ય ધામ હોસ્પીટલની મુલાકાતે કીર્તિબેન

 

ભાવનગર શહેરના મેયર અને ચિત્રા-ફુલસર-નારી વોર્ડના કોર્પોરેટર વિદ્વાન ધારાશાસ્ત્રી કિર્તીબેન દાણીધારીયા દ્વારા તેમના મતક્ષેત્રમા આવેલ શિવાલિક આરોગ્ય ધામ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા.

શિવાલિક આરોગ્ય ધામ હોસ્પિટલ ખાતે એક માતાને દિકરીનો જન્મ થયો હતો તે દિકરીને હરખભેર મેયરે તેડી તેને લાડ લડાવ્યા હતા અને ચાંદીનો તુલીનો ક્યારો આપી દિકરીની વધામણી કરવામાં આવી હતી શિવાલિક આરોગ્ય ધામમાં જે કોઇ મહિલાને દિકરીનો જન્મ થાય તેને હોસ્પિટલ દ્વારા ચાંદીનો તુલસીનો ક્યારો આપવામાં આવે છે.

આજે શહેરના મેયર કિર્તીબેનના હસ્તે પ્રસુતા મહિલાને
દિકરી વધામણીનો ચાંદીનો તુલસીનો ક્યારો અર્પણ કરી શુભેચ્છા આપવામાં આવી હતી મેયર કિર્તિબેન દાણીધારિયા અને ઓમ એકેડમીના સંચાલક ધર્મદીપસિંહ ગઢવીનુ શિવાલિક આરોગ્ય ધામ હોસ્પિટલના ડો.દલપતભાઈ કાતરિયા, ભરતસિંહ મોરી,વિપુલસિંહ પરમાર સહિતના દ્વારા પુષ્પબુકે આપી સન્માન કરાયુ હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 747

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *