ભાવનગર જિલ્લાના દસ તાલુકાઓમાંથી યુવાનો વડિલો ખુબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
વઢવાણ તાલુકાનાં વસ્તડી ખાતે 25,000થી વધુ રાજપૂતોએ કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની વિશેષ ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કરી ઇતિહાસ રચ્યો શોર્ય પર્વ દશેરા નિમિત્તે વિવિધ જગ્યાએ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે.
ત્યારે વસ્તડી ખાતે 32 એકર જમીનમાં નિર્માણ પામનાર ભવાની ધામ ખાતે શસ્ત્ર પૂજનનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં રાજ્યભરમાંથી 25 હજારથી વધુ રાજપૂતોએ સામુહિક શસ્ત્ર પૂજન કરી પોતાનો ક્ષાત્રધર્મ નિભાવ્યો હતો.
આ તકે રાજભા ગઢવી તથા અનુભા ગઢવીએ રાજપુતોના ગૌરવંતા ઇતિહાસને વાગોળતા દુહા, છંદ તથા લોક સાહિત્યની રમઝટ બોલાવી હતી. અને રાજપૂતોના ઉજળા ઇતિહાસને બિરદાવ્યો હતો.
શિસ્તબદ્ધહ રાજપુત સમાજ સફેદ વસ્ત્રમાં સજ્જ થઈ સાફા તથા શસ્ત્રો સાથે ભવાની ધામમાં પહોંચ્યા હતા.
ત્યારે રાજપુત પરંપરા ને છાજે એવી રીતે વિશાળ સંખ્યામાં રાજપુત યુવાનોએ કેસરી સાફા થી સજ્જ થઈ ને શસ્ત્રોનું વૈદિક મંત્રોથી શસ્ત્ર પૂજન કર્યું હતું ત્યારે અનોખો કેસરિયો રંગ છવાયો હતો.
ત્યારે જય ભવાની, જય રાજપુતાના નાં નાદથી ગગન ગુંજી ઉઠ્યું હતું.
આ તકે કાનભા ગોહિલ, જશાભાઇ બારડ સહિત રાજ્યભરમાંથી રાજપૂત સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે ડો.અનિરુદ્ધસિંહ પઢિયાર, વિક્રમસિંહ પરમાર, રૈયાભાઈ રાઠોડ, ભવાનીસિંહ ટાંક, ગંભીરસિંહ, બહાદુરસિંહ તથા યુવરાજસિંહ મોરી સહિત 2000થી વધુ રાજપૂત યુવાનોએ સંયમ સેવા આપી ખડે પગે સેવા આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા