ભાવનગર અમદાવાદ હાઇવે પર વલ્લભીપુર પાસે ચાલતી કારમાં આગ લાગતા થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. કારચાલક રાજપરા ખોડીયાર મંદિરે દર્શન કરીને તેમનાં પરિવાર સાથે અમદાવાદ જિલ્લાના બાવળા તરફ જતાં હતાં એ દરમ્યાન વલ્લભીપુર શહેરમાં અચાનક ગાડીમાં ધુમાડો નીકળતા તમામ લોકો ગાડી માંથી ઝડપભેર નીચે ઉતરી ગયા હતા. જ્યારે આજુબાજુના વેપારીઓ અને અન્ય વાહનચાલકોએ પાણીની બાલટીઓ ઠાલવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.
મારુતિ સુઝુકી કંપનીની CNG કાર નંબર GJ 04 BE 1342માં આગ લાગતા ડ્રાઇવર ગાડીને રોડની સાઈડમાં તુલસી હોટલની બાજુમાં ઉભી રાખતા ચાલકની સુજબુજથી મોટી દુર્ઘટના ટળી હતી.ગાડીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના વેપારીઓ દ્વારા પાણીનો મારો ચલાવતા મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારબાદ ગામ લોકોએ વલભીપુર નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા થોડા સમયમાં જ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગાડીમાં આગ બુજાવી હતી.
રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર