Latest

ભાવનગર રેડક્રોસ ને SBI બેન્ક દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરવા માં આવી

 

ભાવનગર રેડક્રોસ ની માનવતાવાદી સેવાઓ થી પ્રભાવિત થઈ ને SBI બેન્ક દિવસ નિમિત્તે એજીએમ શ્રી ડેબાસીસ મોહંતી અને એચ આર વિભાગના શ્રી કમલેશ સોલંકી સહિત ના અધિકારીઓ દ્વારા વેન રેડક્રોસ ને અર્પણ કરવા માં આવી હતી અને રેડક્રોસ ની માનવતાવાદી સેવાઓ અને દર્દીઓ માટે હાલ માં ચાલી રહેલી સેવાઓ થી પ્રભાવિત થઈ ને એમ્બ્યુલન્સ અર્પણ કરવા માં આવી છે રેડક્રોસ વતી રેડક્રોસ ના ચેરમેન ડો મિલનભાઈ દવે, સેક્રેટરીશ્રી વર્ષાબેન લાલાણી, વાઇસ ચેરમેનશ્રી સુમિત ઠકકર, રોહિતભાઈ ભંડેરી, મધવભાઈ મજીઠિયા,વિનયભાઈ કામળિયા વગેરે દ્વારા વેન સ્વીકારવા માં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે sbi બેન્ક ની વિવિધ સામાજિક સેવાઓ માં રેડક્રોસ દ્વારા પણ સાથે રહી ને અનેકવિધ લોકઉપયોગી સેવાઓ કરવા માં આવી રહી છે. Sbi બેન્ક દિવસ ની ઉજવણી ના ભાગરૂપે સંસ્થા દ્વારા શ્રી.ઉત્તમ એન.ભુતા-રેડક્રોસ બ્લડ સેન્ટર (બ્લડ બેન્ક) દ્વારા રક્તદાન શિબિર પણ નિલમબાગ હેડ ઓફિસ ખાતે યોજવા માં આવી હતી જેમાં બહોળી સંખ્યા માં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવા માં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *