આનંદ, સ્વસ્થજીવન, વિચારોની વિશાળતા, એકાગ્રતા અને શાંતિ મેળવવા માટે જીવનમાં સહજ -ધ્યાન બહુ જરૂરી છે.
આજની યુવા પેઢી માટે મોબાઈલના વળગણ માંથી છૂટવા, વિદ્યાર્થીઓએ અભ્યાસ માં એકાગ્રતા, યાદશક્તિ વધારવા નો ઉત્તમ ઉપાય છે “પ્રભાતે – ધ્યાન’
ભાવનગર નગરી કલનાગરી ની સાથે લોક કલ્યાણ માટે પ્રયોગ અને કર્મ કરતું નગર પણ છે. આજના સમય માં માણસ સ્વસ્થ શરીર માટે અવનવા પ્રયત્નો કરે છે. જેમાં જિમ, વોકિંગ, રનિંગ, ડાયટ જેવી બાબતોનું ધ્યાન રાખીને કઈ રીતે સ્વસ્થ અને હેલ્ધી રહી શકાય તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. અને ખાસ કરીને કોરોના કાળ દરમિયાન માનવ જીવનમાં શરીર ની સ્વસ્થતા ને લઈને ઘણી બધી જાગૃતતા આવી ગઈ છે.
આ વાત કરી આપણે સ્વસ્થ તન ની પરંતુ સ્વસ્થ મન માટે શું ? એ સવાલ ઉભો થાય, જેટલું સ્વસ્થ તન જરૂરી છે તેટલુંજ સ્વસ્થ મન હોવું પણ એટલુજ જરૂરી છે. ત્યારે સ્વસ્થ સમાજનો સંકલ્પ ત્યારે પૂરો થાય જ્યારે માનવ જીવનમાં શાંતિ પ્રવર્તે, પરંતુ આજનો માણસ અશાંતિ, ડિપ્રેશન, ઓવરથીન્કિંગ, અસ્વસ્થતાને લઈને વ્યથિત છે.
ત્યારે પ્રેમયોગ ફાઉન્ડેશન ના ફાઉન્ડર શ્રી રણધીર લઈને આવ્યા છે. આ સમસ્યાનો ઉપાય, વહેલી સવારે પક્ષીઓના કલરવ વચ્ચે આપણી સંસ્કૃતિ અને પરંપરા એ પોતાના અસ્તિત્વ માટે સાચવીને રાખેલા નરસિંહમેહતા અને ગંગાસતી ના પ્રભાતિયાં જે જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. આવાજ પ્રભાત ના સુર ની સંગાથે પ્રભાતિયાં સાથે એક ધ્યાનની અદભુત યાત્રા એટલે “પ્રભાતે – ધ્યાન”, નું આયોજન કરવામાં આવેલ છે.
સહજ ધ્યાન થી સુખ સમૃદ્ધિ, શાંતિ, માં વૃદ્ધિ કરવા, અને આ માનવ કલ્યાણ માટે નો વિશેષ પ્રયોગ આવતી તા.7/1/24 ને રવિવાર ના રોજ ઇસ્કોન કલબ ખાતે સવારે 7 થી 9 કલાકે યોજાવા જઈ રહ્યો છે. જેમાં 7 થી 8 કલાક દરમિયાન એક કલાક ગુજરાત ના ખ્યાતનામ કલાકાર રઘુવીર કુંચાલા અને સુરભી પરમાર ના મધુર સ્વરે પ્રભાતિયાં ગવાશે, અને ત્યારબાદ એક કલાક સહજ ધ્યાન અને સહજ ધ્યાન ને લઈને શ્રી રણધીર પ્રકાશ પાડશે,
ત્યારે ની શુલ્ક “પ્રભાતે – ધ્યાન” માં જોડાવા ગૂગલ ફોર્મ થી અથવા વોટ્સએપ નંબર 8401764646 પર રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. 1500 થી વધારે લોકો “પ્રભાતે -ધ્યાન” માં જોડાવા રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. આજના મોબાઈલ અને ઝડપી યુગમાં માનવ જીવનના સમીકરણો બદલાય ગયા છે. મહિલાઓ, યુવાનો, યુવતીઓ વ્રુધો, વિદ્યાર્થીઓ અનેક પ્રકારની માનસિક અવસ્થતા અનુભવી રહ્યા છે.
ત્યારે આ મનની અનેક વ્યથા નો ઉપાય છે ધ્યાન, તો સંગીત ના સુર સાથે વિસરાયેલા પ્રભાતિયાં સાથે નવી પેઢી એક ધ્યાનની નવી પ્રભાત તરફ જાય આજનો યુવાન ધ્યાન તરફ વળે તે માટે ના પ્રેમયોગ ફાઉન્ડેશન આયોજિત “પ્રભાતે – ધ્યાન” માં ભાવનગરીઓ જોડાય અને સહજ ધ્યાન તરફ વળે તેવો પ્રેમયોગ ફાઉન્ડેશન નો પ્રયત્ન છે. સમગ્ર કાર્યક્રમ વિના મૂલ્યે રાખવામાં આવેલ છે.