Latest

ભાવનગર જિલ્લાનાં તમામ સવર્ગનાં શિક્ષકો તથા તમામ કર્મચારી મહામંડળનાં કર્મચારીઓ નાં હિત માટે જુની પેન્શન યોજનાની લડાઈ માટે સૌ સંગઠનનો એક થવા નિર્ધાર.જિલ્લામાં સૌ સાથે મળી રેલીનો એકસરખો કાર્યક્રમ ઘડવાનું આયોજન.

જૂની પેંશન યોજનાનાં અમલીકરણ માટે પ્રાંતમાંથી નિયત થયેલા આંદોલનાત્મક કાર્યક્રમનાં આયોજન માટે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોર્ચો તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ભાવનગરનાં પ્રતિનિધિઓ ની સંયુક્ત બેઠક મળી.

શિક્ષક હિત માટે સદા વિચારશીલ અને પ્રયત્નશીલ રા.શૈ.મહાસંઘ, ગુજરાતનાં વડપણ હેઠળ રચાયેલ રાષ્ટ્રીય ઓલ્ડ પેંશન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચો,ગુજરાત રાજ્ય (રાષ્ટ્રીય સંયુક્ત મોરચો, ગુજરાત) અંતર્ગત ભાવનગર જિલ્લા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ,જિ.ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે જુની પેંશન યોજના અમલીકરણની ન્યાય સંગત-માંગણીને વધારે બુલંદ બનાવવા માટે તથા કર્મચારીનાં ભવિષ્યનાં હિત સાથે સંકળાયેલ લડતનાં સમયાંતરે ક્રમિક કાર્યક્રમો કરવાની સાથે-સાથે સરકારશ્રીમાં ઉગ્ર રજૂઆત કરવાનાં સુચારુ આયોજન માટે દિનાંક ૨૭/૦૮/૨૦૨૨, શનિવારનાં રોજ ભાવનગર ખાતે એક બેઠક રાખવામાં આવેલ.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચો, ભાવનગરનાં સંયોજક અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ,ભાવનગરનાં સંગઠન મંત્રીશ્રી મહેન્દ્રસિંહ ગોહિલ તથા ગુજરાત રાજય કર્મચારી મહામંડળ, ભાવનગર જિલ્લા પ્રમુખ (કન્વીનર) જલદીપભાઈ આર.શુકલ – નાં સંયુક્ત અધ્યક્ષપણા હેઠળ મળેલ આ બેઠકમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચો,ગુજરાત પ્રાંતમાં સૌરાષ્ટ્ર સંભાગનાં સંયોજક મહેશભાઈ મોરી, રા.શૈ.મહાસંઘ (માધ્યમિક-સરકારી સંવર્ગ)નાં ભાવનગર જિલ્લા અધ્યક્ષ સત્યજીતભાઈ પાઠક, રા.શૈ.મહાસંઘ (માધ્યમિક-ગ્રાન્ટેડ સંવર્ગ)નાં ભાવનગર જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ ભટ્ટ, રા.શૈ.મહાસંઘ (પ્રાથમિક-સંવર્ગ)નાં ભાવનગર જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ આહીર, રા.શૈ.મહાસંઘ (પ્રાથમિક-સંવર્ગ)નાં ગુજરાત પ્રાંતનાં મંત્રી રાજેન્દ્રસિંહ સોલંકી તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ભાવનગર જિલ્લાનાં મહામંત્રી (સહકન્વીનર) જાવેદભાઈ કુરેશી ઉપસ્થિત રહીને જિલ્લા કારોબારી સભ્યો અને તાલુકામાંથી પ્રતિનિધિઓ હાજર રહેલ આ બેઠક માં ચર્ચા-વિચારણા કરીને તથા મળેલ કેન્દ્રીય માર્ગદર્શન મુજબ ભાવનગર જિલ્લાનાં જૂની પેંશન યોજનાનાં જાહેર થયેલા આંદોલનાત્મક કાર્યક્રમ ના અમલીકરણ માટે
જેમાં જૂની પેંશન યોજનાનાં અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ સૂત્રોચ્ચાર, રેલી, તથા આગામી તા.૩ સપ્ટેમ્બરનાં રોજ કલેક્ટરશ્રીને આવેદન પત્ર, તા.૧૭ સપ્ટેમ્બરનાં રોજ માસ સી.એલ., તા.૨૨ સપ્ટેમ્બરનાં રોજ પેન ડાઉન તથા ૩૦ સપ્ટેમ્બરથી જિલ્લાનાં તમામ કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ સુધીનાં કાર્યક્રમો ઘડી કાઢવામાં આવેલ છે.

આ ઉપરાંત કર્મચારીઓને મળવા પાત્ર સાતમા પગાર પંચના બાકી તમામ નાણાકીય લાભો,મહા નગરપાલિકાનાં શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનાં શિક્ષકોનાં અન્ય પ્રશ્નો સાથે મુખ્ય શિક્ષક(H.TAT)નાં પ્રશ્નો વગેરે બાબતે પણ સરકારશ્રીમાં ઉગ્ર અને પરિણામલક્ષી રજૂઆત કરવા માટેનું આયોજન પણ કરવામાં આવેલ.

આયોજન બેઠકનાં અંતે રા.શૈ.મહાસંઘ (પ્રાથમિક સંવર્ગ)ભાવનગર જિલ્લામાં પ્રચારની જવાબદારીનું વહન કરતા જયેશભાઈ ભટ્ટ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ.
સમગ્ર બેઠકનું સંચાલન રા.શૈ.મહાસંઘ (પ્રાથમિક-સંવર્ગ)નાં ગુજરાત પ્રાંત અને ભાવનગર જિલ્લા મંત્રી રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા કરવામાં આવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *