Latest

ભાવનગરમાં ‘ઉજ્જવળ ભવિષ્ય-ઉજ્જવળ ભારત’ અંતર્ગત ‘વીજળી મહોત્સવ’કાર્યક્રમ યોજાયો

વર્ષ-૨૦૪૭ સુધીમાં દેશને ઉર્જા કાર્યક્ષમ બનાવવાની નેમ- ગારિયાધારના ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણી

દેશની આઝાદીના ૭૫ વર્ષ જ્યારે પૂરા થઇ રહ્યાં છે ત્યારે તેની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ના અમૃત મહોત્સવ ના ભાગરૂપે ભાવનગર જિલ્લાના મોટા ખૂંટવડા ગામમાં ‘ઉજ્જવળ ભવિષ્ય-ઉજ્જવળ ભારત’  અંતર્ગત ‘વીજળી મહોત્સવ’ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકારના ઉર્જા વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલાં કાર્યક્રમમાં ગારિયાધારના ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણીએ કહ્યું કે, આજે ઉર્જાના અનેક સ્રોક્તો ઉપલબ્ધ બન્યાં છે ત્યારે તેના સહયોગથી ભારતને વર્ષઃ૨૦૪૭ સુધીમાં ઉર્જા કાર્યક્ષમ બનાવવાં માટે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર ભખેખભો મીલાવીને કાર્ય કરી રહી છે.

ભાવનગર જિલ્લામાં એક સમયે એક પણ પવનચક્કી નહોતી તેના બદલે અત્યારે તમને અનેક જગ્યાએ તે જોવાં મળશે. પવન ઉર્જા સાથે દરિયાઇ ઉર્જાનો ઉપયોગ કરીને પણ વિજળી ઉત્પન્ન કરવાના વિશ્વમાં પ્રયોગ ચાલી રહ્યાં છે. જો તે સફળ થશે તો ભાવનગર જેવાં દરિયાકિનારે આવેલાં જિલ્લાને ખૂબ જ ઉપયોગી થશે.

અક્ષય ઉર્જા વગર આપણને ચાલવાનું નથી. આજે જે રીતે કાર્બન ઉત્સર્જન વધી રહ્યું છે. તેની સામે ટકી રહેવાં કુદરતી સ્ત્રોતોના ઉપયોગ દ્વારા ક્લિન અને ક્લીયર ઉર્જા મેળવ્યાં વગર આપણો આરો-ઓવારો નથી.

તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વિજળી આપીને મોટો ફાયદો કરાવ્યો છે. રાજ્યના કૂનેહપૂર્વકના આયોજનને કારણે આ શક્ય બન્યું છે. અને હજુ આપણે આ રાહ પર આગળ વધીને સૌને માટે ઉર્જાનો ધ્યેય પૂરો પાડવો છે.

અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો મળે તે પણ નસીબ કહેવાય તેવાં દિવસો હતાં. તેની સામે આજે જ્યોતિગ્રામ યોજનાથી ગામો પ્રકાશિત બન્યાં છે. અગાઉ પુરવઠાના સરેરાશ કલાકો ૧૨.૫ હતાં તે વધીને આજે ૨૨.૫ કલાક થયાં છે.

આ કાર્યક્રમમાં મહુવા માર્કેટ યાર્ડના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અંજુબેન મકવાણા,  જિલ્લા પંચાયતના સદસ્યશ્રી દશરથભાઇ જાની, ઉર્જા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટા ખૂંટવડા તેમજ તેની આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *