Latest

ભિલોડા કોટેઝ હોસ્પિટલની ધારાસભ્ય પી.સી.બરંડાએ મુલાકાત લીધી

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા-મેધરજના ધારાસભ્યએ કોટેજ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી.ભિલોડા બેઠકના ધારાસભ્ય પી.સી.બરંડાએ કોટેજ હોસ્પિટલના ડોક્ટરો સહિત સ્ટાફ સાથે ચર્ચાઓ કરી હતી.કોટેજ હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઓચિંતી મુલાકાત લીધી હતી.

કોરોના વાયરસની શક્યતાઓ પહેલા આરોગ્ય તંત્રની કામગીરીને લઈને મુલાકાત લેવામાં આવી હતી.ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં ધારાસભ્ય પી.સી.બરંડાએ જણાવ્યું કે,કોટેઝ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના લહેરની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો અને ઓપરેશન થિયેટર, આઈ.સી.યુ , ઓક્સિજન પ્લાન્ટનું પણ ચેકીંગ કરી , પરિસ્થિત વિકટ ના બને તેના માટે જરૂરી સુચના સંબંધિત કોટેઝ હોસ્પિટલના આરોગ્ય વિભાગના અધિકારીઓને આપી હતી.

ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાન્તીભાઈ પટેલ,યોગેશભાઈ બુદ્ધ,જીગરભાઈ ત્રિવેદી,દેવાંગભાઈ બારોટ,અમરતભાઈ નિનામા, મગનલાલ ઠાકોર,બકાભાઈ ઠાકોર,સાવનભાઈ ખાંટ,ચેતનસિંહ કચ્છાવા,રસીકભાઈ લખવારા,નરેન્દ્રભાઈ ભાટીયા,જશુભાઈ પંડયા,
સહિત ભાજપના હોદ્દેદારો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 580

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *