50 વર્ષો બાદ વીજપડીને ટ્રાફિક માંથી છુટકારો થયો : શ્રી કસવાલા
બે તબક્કાના કામ માંથી એક તબક્કાનુ કામ પૂર્ણ થતા બાયપાસ ખૂલ્લું મૂકવામાં આવ્યું.
બીજા તબક્કામાં મેઈન બજારમા સી.સી.રોડના કામનુ થયું શુભ આરંભ
ધારાસભ્ય કસવાલાની કામ કરવાની કુનેહને વીજપડી વાસીઓએ અંતરથી વધાવછ
સરકારશ્રી માંથી જોબ નંબર આવી ગયા બાદ અટકી પડેલા કામોની અગ્રતા અને વિકાસની હરણફાળ ભરવામાં હંમેશા અગ્રેસર રહેનાર કર્મનિષ્ઠ ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા મંજુર કરાવેલ 1 કરોડને 60 લાખના ખર્ચે વીજપડી બાયપાસ અને વીજપડી મેઇન બજારમાં સી.સી રોડ તથા HP દ્રેઇનના બે તબક્કાના કામોમાં આજ રોજ એક તબક્કાનું કામ પૂર્ણ થતા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ વીજપડી બાયપાસ રોડનું શુભારંભ કરયું હતું અને સાથો સાથ શ્રી કસવાલા જણાવ્યું હતું કે 50 વર્ષ પછી વીજપડી વાસીઓને ટ્રાફિકની સમસ્યા માંથી મુક્તિ મળી છે અને હજુ વીજપડી વાસીઓ માટે બાકીના વિકાસ કામો હાથ ધરવામાં આવશે
તેમજ બાકી રહેલ વીજપડી મેન બજારમાં સીસી રોડ તથા HP દ્રેઇનના કામનું શુભારંભ થયું હતું. આ શુભકાર્યમાં ધારાસભ્યશ્રી કસવાલાની સાથે તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઈ વેકરીયા, વીજપડી ગામના આગેવાન શ્રી હરેશભાઈ ભુવા, શ્રી નીતિનભાઈ નગદીયા, શ્રી વિજયભાઈ ચાવડા, સરપંચ શ્રી ભરતભાઈ ગીગૈયા, માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ અને બાવળી સંખ્યામાં ગ્રામજનો અને ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ “અટલધારા” કાર્યાલયના ઇન્ચાર્જશ્રી જે.પી.હિરપરા ની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.