શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદીર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવતું હોય છે હાલમાં અંબાજી ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે પરિક્રમા મહોત્સવના ત્રીજા દિવસે વહેલી સવારે બનાસકાંઠા ભાજપના નવા નિયુક્ત થયેલા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા (પૂર્વ મંત્રી ગુજરાત સરકાર ) આજે અંબાજી મંદિર ખાતે આવ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા.
કિર્તીસિંહ વાઘેલા ની પ્રમુખ તરીકે નિમણૂક થતા બનાસકાંઠા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે અંબાજી મંદિર ખાતે કિર્તીસિંહ વાઘેલા પોતાના મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સાથે અંબાજી આવીને માતાજીના દર્શન કર્યા હતા અંબાજી મંદિરના ગર્ભગૃહમાં દર્શન કર્યા હતા તેમને ગણેશ મંદિર, ભૈરવજી મંદિર સહિત અંબાજી મંદિરમાં માતાજીના ગર્ભગૃહમાં જઈને મંગળા આરતીનો લાહવો લીધો હતો
અંબાજી પ્રહલાદ પૂજારી