માનવ સેવા થી પણ વધારે જો કઈ મહત્વપૂર્ણ હોય તો એ છે મૂક જીવ ને સમજવું અને તેમની જરૂરિયાત પૂરી પાડવી. હાલ નાં ઉનાળા નાં સમય માં પક્ષીઓ ને ચણ અને પાણી મળવું ઘણું મુશ્કેલ બની જતું હોય છે. આ મુદ્દા ને ધ્યાન માં રાખી ને ભારતીય જૈન સંગઠના (બી.જે. એસ.) તથા આર.એમ.પી.એસ. શાળા નાં સમન્વયે પક્ષી બચાવો નાં પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત શાળા માં બાળકો મારફતે ઘર ઘર પોહચી શકે એ હેતુ થી ૧૨૦૦ જેટલાં પાણી નાં હેંગીંગ કુંડાઓ નું વિતરણ કરવામાં આવ્યું.
શાળા નાં ટ્રસ્ટી તથા ભારતીય જૈન સંગઠન નવા નિમાયેલા પ્રમુખ શ્રી મહાવીર જૈન સહિત શ્રી પરેશ જૈન, શ્રી દિનેશ ગીરિયા, શ્રી સૌરભ બોલિયા તથા શ્રી વૈભવ પુનનીયા એ હાજર રહી બાળકો ને આ સેવા કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યાં.
ભાવેશ મુલાણી, ભરૂચ.