Latest

ભારતીય જૈન સંગઠના (બી.જે. એસ.) તથા આર.એમ.પી.એસ. શાળા નાં સમન્વયે પક્ષી બચાવો નાં પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત

માનવ સેવા થી પણ વધારે જો કઈ મહત્વપૂર્ણ હોય તો એ છે મૂક જીવ ને સમજવું અને તેમની જરૂરિયાત પૂરી પાડવી. હાલ નાં ઉનાળા નાં સમય માં પક્ષીઓ ને ચણ અને પાણી મળવું ઘણું મુશ્કેલ બની જતું હોય છે. આ મુદ્દા ને ધ્યાન માં રાખી ને ભારતીય જૈન સંગઠના (બી.જે. એસ.) તથા આર.એમ.પી.એસ. શાળા નાં સમન્વયે પક્ષી બચાવો  નાં પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત શાળા માં બાળકો મારફતે ઘર ઘર પોહચી શકે એ હેતુ થી ૧૨૦૦ જેટલાં પાણી નાં હેંગીંગ કુંડાઓ નું વિતરણ કરવામાં આવ્યું.

શાળા નાં ટ્રસ્ટી તથા ભારતીય જૈન સંગઠન નવા નિમાયેલા પ્રમુખ શ્રી મહાવીર જૈન સહિત શ્રી પરેશ જૈન, શ્રી દિનેશ ગીરિયા, શ્રી સૌરભ બોલિયા તથા શ્રી વૈભવ પુનનીયા એ હાજર રહી બાળકો ને આ સેવા કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યાં.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *