તારીખ 05.10.2023 ને ગુરુવાર ના રોજ જે બી ગુજરાતી કે. વ 2 વલભીપુર બ્લોક કક્ષાના ગણિત- વિજ્ઞાન- પર્યાવરણ પ્રદર્શનનું આયોજન થયું.
આ પ્રદર્શનમાં વલભીપુર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો મામલતદાર સાહેબ તથા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં આચાર્યશ્રી હિરેનભાઈ ભટ્ટ સાહેબ અને લાઈઝનશ્રી યાજુસીબેન જોષી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગોપાલભાઈ મકવાણા સાહેબ, કેળવણી નિરીક્ષક હેમરાજભાઇ સાહેબ તથા તાલુકા સંઘના આગેવાનો અને કેન્દ્રવર્તી આચાર્યશ્રીઓ પણ બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન બી.આર.સી. કોર્ડીનેટર શ્રી ભગતસિંહ સોલંકી ના માર્ગદર્શન નીચે તમામ સી.આર.સી ત્થા એસ.એસ.એ સ્ટાફ દ્વારા થયું આ તકે જે.બી.ગુજરાતી શાળા ના સ્ટાફ અને બાળ વૈજ્ઞાનિકો માર્ગદર્શક શિક્ષકો ખૂબ ખૂબ સુંદર સહયોગ મળ્યો.
કલસ્ટર કક્ષા 109 કૃતિ માંથી બ્લોકના કુલ 5 કલસ્ટરમાંથી પસંદ પામેલી 5 વિભાગમાં કુલ 25 કૃતિઓએ અને 50 બાળ વૈજ્ઞાનિકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો. તમામ બાળકોને પ્રોત્સાહક ભેટ ઈનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.આ પ્રદર્શનમાંથી પસંદ થયેલ શ્રેષ્ઠ કૃતિઓ જિલ્લા કક્ષાએ વલ્લભીપુર બ્લોકનું પ્રતિનિધિત્વ કરશે.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર