શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે.
અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે. અંબાજી ખાતે અને ગબ્બર ખાતે વિવિધ માઇ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે ઘણા વીઆઈપી લોકો પણ માતાજીના દર્શન કરવા આવતા હોય છે વાત કરવામાં આવે તો તાજેતરમાં બોલીવુડના જાણીતા અદાકાર મનોજ જોશી અંબાજીના મહેમાન બન્યા હતા અને તેમને અંબાજી અને ગબ્બર ના દર્શન કર્યા હતા.
અંબાજીના મહેમાન બનેલા મનોજ જોશી અંબાજી ખાતે આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગબ્બર ખાતે પહોંચ્યા ત્યારે ગબ્બર તળેટી ખાતે આવેલી 51 શક્તિપીઠ ઓફિસના યોગેશભાઈ જોશી દ્વારા મનોજભાઈ જોશીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગબ્બર ટોચ પર તેમને માતાજીની સાંજની આરતીમાં ભાગ લીધો હતો અને ગબ્બર ટોચના મહારાજ ગિરીશભાઈ લોધા દ્વારા તેમને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા.
મનોજભાઈ જોશી માતાજીના પરમ ઉપાસક છે અને અવારનવાર તેઓ માતાજીના દર્શન કરવા આવતા હોય છે .મનોજભાઈ જોશીએ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં પણ હાજરી આપી હતી
અંબાજી પ્રહલાદ પૂજારી