કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના બોલુદરા ગામે આકસ્મિક મકાનમાં આગ લાગતાં મકાન અને ઘરવખરીના સામાનને ભારે નુકશાની પહોંચી હતી.જેના અનુસંધાને ભિલોડા તાલુકા વિકાસ અધિકારી શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા તાબડતોબ ઘટનાસ્થળની મુલાકાત લઈ
નુક્શાન પામેલ ઘર અને ઘરવખરી સહિતની તપાસ કરી ધોરણસરની કાર્યવાહી તાબડતોબ કરી લાભાર્થીઓને આજે ભિલોડા તાલુકાના ધારાસભ્ય શ્રી પી.સી.બરંડાના વરદહસ્તે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના સૂત્ર ધરાવતી ભારતીય જનતા પાર્ટી ની સંવેદશીલ સરકારનો વધુ એક આવકારદાયક દાખલો આપતા ભિલોડા તાલુકાના બોલુંદ્રા ગામે રવિવારના રોજ આસ્કમિક આગ લાગતાં ૨ મકાન માં આગ લાગતા ઘર ની સંપતિ ને નુકસાન થયું હતું.
સહાય રૂપે બાબુભાઈ છગનભાઈ પરમાર ને ₹ ૧ લાખ ૧૦ હજાર રૂપિયા નો ચેક અને પરમાર મનહરભાઈ હીરાભાઈ ₹ ૧ લાખ ૯ હજાર રૂપિયા નો સહાય ચેક આપ્યો અને ભવિષ્યમાં પણ ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં સરકાર તમારી પડખે છે એવો વિશ્વાસ આપ્યો હતો.ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ભિલોડા તાલુકાના કેટલાય ગામો પછાત છે અને સરકારી લાભોથી કોઈ વંચિત ના રહે
તેમજ આકસ્મિક કિસ્સામાં આગ જેવા બનાવોમાં પણ કોઈ પણ લાભાન્વિત વ્યક્તિ સરકારના લાભોથી વંચિત ન રહે એવા માનવતા ના કાર્યોની ધારાસભ્ય બરંડાએ પ્રસંશા કરી ભિલોડા તાલુકા વિકાસ અધિકારી શ્રી અરવિંદભાઈ પટેલ ને ધન્યવાદ્ આપ્યા હતા.