‘આઝાદીનાં અમૃત મહોત્સવ’ નિમિત્તે સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ની ઉજવણી કરવામાં આવી રહી છે. તેનાં ભાગ રૂપે બોટાદ જિલ્લા કક્ષાએ માર્કેટિંગ યાર્ડ બોટાદ થી ભાવનગર સર્કલ બોટાદ અને ત્યાંથી ફરી માર્કેટિંગ યાર્ડ બોટાદનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. તા.૧૦/૦૮/૨૦૨૨ને બુધવારનાં રોજ સવારનાં ૧૦:૦૦ કલાકે ‘રન ફોર તિરંગા’નું પ્રસ્થાન થશે.
ભાગ લેનાર વિદ્યાર્થી અને નાગરિકોએ ૯:૦૦ વાગે માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે ઉપસ્થિત થવાનું રહેશે. બોટાદનાં મુખ્ય માર્ગો પર ‘રન ફોર તિરંગા’ને પ્રસ્થાન કરાવવા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે. ‘રન ફોર તિરંગા’ પૂરું થયે આપે જે મેઈલ આઈડીથી રજીસ્ટ્રેશન કરાવ્યું હશે – તે મેઈલ આઈડીમાં ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થીઓને પોતાને કોલેજનાં નોડલ ઓફિસરની સૂચના મુજબ તા. ૮/૧૦/૨૦૨૨નાં રોજ લીંક મારફત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
નાગરિકો માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે રજીસ્ટ્રેશન કાઉન્ટર પર સવારે ૯:૦૦ કલાકે રૂબરૂ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા ગોઠવેલ છે. તો તિરંગાનાં સન્માનમાં બોટાદ જિલ્લાના તમામ નાગરિકો અને વિદ્યાર્થીઓને આ ‘રન ફોર તિરંગા’ ઉપક્રમમાં જોડાવા ખાસ અનુરોધ છે. આ અંગે વધુ માહિતી માટે ભક્તરાજ દાદા ખાચર કોલેજ-ગઢડા, બોટાદકર કોલેજ – બોટાદ, સાકરિયા કોલેજ – બોટાદ, કેળવણી મંડળ કોલેજ ઢસાનાં આચાર્યશ્રીનો સંપર્ક કરવો.
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર