થોડા દિવસો પહેલા બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામે રહેતા વિપુલભાઈ નંદલાલભાઈ શેખ નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે અંગેની પોલીસ ફરિયાદ પાળીયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે ફરિયાદ બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી,
જ્યારે અન્ય આરોપીઓ ભાગી ગયા હતા. જોકે આ ઘટના બાદ ભાગી ગયેલા આરોપીઓ અને તેમના મળતીયાઓ દ્વારા પોલીસ સમક્ષ ખોટા નિવેદનો આપી મીડિયામાં ખોટી માહિતી આપી વિપુલ શેખ અને તેમના પરિવારને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવતા વિપુલ શેખ દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવે છે,
જે અરજીમાં જણાવાયું છે કે બોટાદ પોલીસને આપવામાં આવેલી ખોટી માહિતી બાદ વિપુલ શેખ અઢળક રૂપિયા કમાયો હોય, હોવાથી પૈસા પડાવવા આ અપરણ કરાયો હોવાનું ખોટી માહિતી પોલીસને આપાઈ હતી જેને લઈને જાણીતા અખબારમાં આ માહિતી છાપવામાં આવી હતી, તેમજ અન્ય અખબારોમાં પણ ભોગ બનનાર વિપુલ શેખ ઓનલાઇન ગેમિંગના ધંધામાં કરોડો રૂપિયા કમાયો હોવાની ખોટી વાતો વહેતી થઈ હોય જેને લઇ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે,
વિપુલ શેખ અને તેમનો પરિવાર એક સામાન્ય વેપારી છે અને ઓઇલ મીલ ચલાવી પોતાના અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે કેટલાક ઈસમો દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, વિપુલ શેખ દ્વારા લગ્ન પ્રસંગમાં 18 લાખ રૂપિયા ઉડાડવામાં આવ્યા, મિત્રને કારગિફ્ટ આપવામાં આવી, ફિલ્મ બનાવવામાં 400 કરોડનો નફો થયો આવી ખોટી અફવાઓ ફેલાવતા વિપુલ નંદલાલભાઈ શેખ દ્વારા આવી ખોટી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા અંગે પોલીસ માં ફરિયાદ આપવામાં આવી છે.
રિપોર્ટર જયરાજ ડવ બોટાદ