રાજસ્થાન: રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બ્રહ્માકુમારી દ્વારા ત્રણ દિવસીય નેશનલ મીડિયા કોનફરન્સનો આરંભ થયો જેમાં તમામ રાજ્યોના મીડિયા પ્રતિનિધિઓ ભાગ લેવા પહોંચ્યા છે.
માઉન્ટ આબુ ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી અને તેમના મીડિયા વિંગ સહકાર હેઠળ જ્ઞાન સરોવર ખાતે ત્રણ દિવસીય નેશનલ મીડિયા કોનફરન્સ ની ભવ્ય શરૂઆત થઈ છે જેમાં દેશભરના વિવિધ રાજ્યો જમ્મુ કાશ્મીર, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાના, એમપી, દિલ્હી, બિહાર, વેસ્ટ બંગાળ, યુપી, ઉત્તરાખંડ, થી આશરે 300 થી ઉપર પત્રકારો ભાગ લેવા આવી પહોંચ્યા છે.
ત્રણ દિવસીય ચાલનારી આ મીડિયા કોનફરન્સમાં ત્રણ દિવસ રાષ્ટ્રના વિકાસ માટે મીડિયાનો રોલ અને તેની જવાબદારી વિશે અલગ અલગ ભાગોમાં શેશન ચાલશે જેમાં મીડિયાના રોલ વિશે વરિષ્ઠ પત્રકારો અને મહાનુભાવો પોતાના વ્યક્તવ્ય આપશે.
બ્રહ્મા કુમારીના મુખ્ય એવા બીકે નલિની દીદીના હસ્તે પ્રથમ દિવસે આ કોનફરન્સની શરૂઆત કરવામાં આવી. જેમાં બીકે ચંદા દીદી, બીકે શરલા દીદી, બીકે રંજન દીદી, ઝોનલ કોરડીનેટર ગુજરાત, સંગીત વિશારદ બીકે ડેવિડ, નેશનલ કોરડીનેટર બીકે નિકુંજ, બીકે બ્રિજ મોહન, બીકે આત્મ પ્રકાશ, પ્રોફેસર સંજય દ્વિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત બિલાસપુર છત્તીસગઢથી આવેલ બે બાળકો માહી અને અવિકા દ્વારા સુંદર સ્વાગત ગીત દ્વારા તમામ રાજ્યોના મીડિયા પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસીય ચાલનારી આ મીડિયા કોનફરન્સમાં મીડિયા જગતના અનુભવી સંપાદકો, પત્રકારો અને જ્ઞાની લોકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.