તખુભાઈ સાંડસુર
લોકશાહીમાં કરપ્શન શબ્દ હવે ધીમે ધીમે લોકોએ એક્શન ગણી લીધો છે.” એબ “ને આવડત ગણી લેવામાં આવે ત્યારે પ્રાથમિક રીતે સમગ્ર પદ્ધતિ સડી ગયેલી દેખાય.પરંતુ હવે તેમાં નવાં નવાં ઉમેરણો અનેક પ્રશ્નોાર્થોને જન્મ આપે છે! તાજેતરમાં આણંદમાં એક કલેક્ટર’ સ્કીન કરપ્શન’ની ટ્રેપમાં પકડાઈ છે.આ ટ્રેપ ગોઠવનાર એક ટોળકી કે જે પોતાનાં નાણાંકીય હિતો માટે છેલ્લાં પાટલે જઈને બેસે છે તે કિસ્સો સૌ કોઈની આંખ ઉઘાડનારો ગણી શકાય !
કોઈપણ પુરુષત્વને મસળી નાંખવા માટે સૌંદર્ય અથવા એમ જ કહીએ સેક્સ એ એક મોટી ખાંડણી છે. તેમાંથી પસાર થયેલ વ્યક્તિને પતન અથવા કફન સિવાય કશું મળતું નથી.એમ કહીએ કે પુરુષત્વની એ નબળાઈને ઘણાં લોકો પારખીને પોતાની જાળ બિછાવે છે. જોકે વિશ્વામિત્ર અને દેવાધિદેવ શંકર જેવાં મહા અવતારો જો સંયમ ભંગ થયાં હોય તો અહીં બે પગે ચાલનારાંનું કેટલું ગજુ..!
આણંદમાં કલેકટર ગઢવી જમીનની ફાઈલ ક્લિયર કરતા નથી.આ ફાઈલ પર સહી કરાવવા માટે તેની નીચે કામ કરતી આરડીસી મહિલા અધિકારી કે જેણે એ અરજદારો પાસેથી રોકડા કટકટાવી લીધાં છે તેને જવાબ આપવો મુશ્કેલ બને છે.કલેક્ટરની સહી વગર એ જમીનની ફાઈલો કે જે સંભવ છે કે બિનખેતીને લગતી હોય તે હુકમ ઉપર આવતી નથી.
તેથી આ મહિલા અધિકારીના નેતૃત્વમાં બીજી મહિલાનો ઉપયોગ કરીને એક ઝાળ બીછાવવામાં આવે છે.આ ઝાળને સ્કીન કરપ્શનને લગતી ગણાય. આ ગાળિયામા કલેકટર ફસાઈ છે.કલેક્ટરની કચેરીમાં ગોઠવેલાં સ્પાઈ કેમેરામાં કદાચ બિભત્સ કહી શકાય તેવા દ્રશ્ય કંડારાઈ જાય છે.મહિલા અધિકારી તેનાં છટકામાં સફળ થાય છે.
પરંતુ આખરે તો પણ કલેક્ટર કદાચ એ જમીનની ફાઈલો પર સહી કરતા નથી.તેને વધુ હેરાન કરવા,ઘેર તગડી મુકવા માટે વીડિયોની પેન ડ્રાઈવ સમાચાર માધ્યમોને મોકલી આપવામાં આવે છે.એ વિડીયો વાયરલ થતાં સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગમાં હડકંપ મચી જાય છે. કલેકટરને સસ્પેન્ડ કરીને આખી ઘટનાને તટસ્થ તપાસ કરવા
એક સનદી મહિલા અધિકારીના નેતૃત્વમાં સીટની રચના થાય છે.તે મહિલા અધિકારી આખા કૌભાંડનો પર્દાફાશ કરીને આર.ડી.સી મહિલા અધિકારી કે જેણે આ આખી ટ્રેપ ગોઠવી હતી તેની સામે ફરિયાદ થાય ધરપકડ થાય છે.શિકારી ખુદ શિકાર હો ગયાં!
હવે મૂળ વાત એ છે કે બ્યુરોક્રેટ એટલે કે મોટા અધિકારીઓ સ્કીન કરપ્શન પણ કરતાં હોય છે તે વાતને પુષ્ટિ મળે છે. અત્યાર સુધી રાજકારણીઓ પર મીઠી ખારેક ખાવાનું આક્ષેપ હતો. પરંતુ હવે તેમાંથી બ્યુરોક્રેટ્સ પણ બાકાત નથી રહ્યાં.પરંતુ આ કેસમાં વધુ ચોકાવનારી હકીકત એ છે કે એક મહિલા કે જે નેક્સ્ટ ટુ કલેકટર કહી શકાય એવા હોદ્દા ઉપર છે અને ખૂબ ઉંચો પગાર અને પ્રતિષ્ઠા છે તો પણ તેને સંતોષ નથી અને પૈસા માટે પોતાના આદર્શો અને જમીરને તે વેચે છે.
અને તે પણ પ્રતિપક્ષના અધિકારી કે જે જિલ્લાના મુખ્ય અધિકારી છે તેને સેક્સ ટ્રેપમાં ફસાવવા માટે બીજી મહિલાનો ઉપયોગ કરે છે! આ બીના મૂલ્યોના સરાસર ધોવાણ તરીકે ગણી શકાય. સૌરાષ્ટ્રમાં ઇતિહાસમાં એ મહિલા પાત્રો કે જેને આજે પણ લોકો સતીત્વને રોલ મોડલ ગણે છે.
અને બીજી તરફ સાંપ્રત સમયમાં આવી મહિલાઓ કે જે સાવ નિમ્ન કહી શકાય તેવા તળિયાના કૃત્ય માટે જાહેર થાય છે. સમગ્ર વહીવટી તંત્ર માટે આ ઘટના શરમજનક તો ગણી શકાય! પરંતુ એટલી જ શરમજનક એ મહિલા માટે લાંછનરૂપ ગણી શકાય ! જેમણે આવું કૃત્ય કરીને સૌ કોઈ મહિલા અધિકારીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકી દીધાં છે.