Latest

અમદાવાદ થી આવેલા કાર ચાલકનો આબાદ બચાવ, કુંભારિયા વિસ્તારની ઘટના, આદીવાસી સમાજનાં લોકોએ મહા મુસીબતે કાર ને બહાર કાઢી

અંબાજી ગુજરાતનુ જાણીતુ શકિતપીઠ છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે.લોકો પોતાનાં ખાનગી વાહનો દ્વારા અંબાજી સૌથી વધુ આવતા હોય છે અને કેટલાક લોકો બસ દ્રારા પણ આવતા હોય છે.પરંતુ ક્યારેક તંત્રની બેદરકારીથી કેટલાક લોકોને મોટો અકસ્માત થતા રહી જતો હોય છે

આવીજ એક ઘટના અંબાજી નજીક આવેલા કુંભારીયા વિસ્તારમા બની હતી. અમદાવાદ થી અંબાજી ચાર જણ નો પરિવાર દર્શન કરવા આવ્યો હતો. પરંતુ અંબાજીમાં મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ અને કાર ખાડા માં પડતા રહી ગઈ હતી.

વાત કરવામા આવે તો ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદનો પરિવાર અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા ત્યારબાદ તેઓ અંબાજી આસપાસના મંદિરોના દર્શન માટે અંબાજી નજીક આવેલા કુંભારીયા વિસ્તારમા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યા ત્યારે રોડ સાઈડમાં ખુલ્લો ભાગ હોવાથી રોડ નીચે ઉતરી ગઈ હતી અને ત્યારબાદ આસપાસના આદીવાસી પરિવાર દોડી આવી કાર મા બેસેલા તમામ લોકોને બહાર કાઢી કારને મહા મુસીબતે બહાર કાઢી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *