Latest

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને અંબાજી મંદિર ટ્રસ્ટની વ્યવસ્થાપક સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં હિસાબોના ઓડિટ સાથે પ્રસાદની ગુણવત્તા, વહીવટી અને મહેકમ, સુરક્ષા- સલામતીની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી વિકાસલક્ષી અને સુદ્રઢ નિર્ણયો કરવામાં આવ્યા

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ અને જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને શનિવારે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની વ્યવસ્થાપક સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ટ્રસ્ટની આવક – જાવકના હિસાબોનો ઓડિટ રિપોર્ટ, પ્રસાદની ગુણવત્તા અને સંચાલન તથા પેકેજીંગ, મંદિરના કર્મચારીઓના વહીવટી અને મહેકમની બાબતો, સુરક્ષા અને સલામતીની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી વિકાસલક્ષી અને સુદ્રઢ નિર્ણયો કરવામાં આવ્યા હતા. તેમજ આગામી દિવાળીના તહેવારોમાં યાત્રિકોને દર્શન માટે યોગ્ય અને સુચારુ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવા અંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું.

યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ૧૨૫ લાખથી વધુ યાત્રાળુઓ દર્શન માટે પધારે છે. તેમજ દર વર્ષે યાત્રિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે. રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સુચારુ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ અંબાજી ખાતે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારીશ્રી દાંતા અને અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી એલ.ડી.ચૌધરી, સિવિલ સર્જનશ્રી દિપક પ્રણામી, અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારીશ્રી ચેતનભાઈ જોષી  અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

પંચમહાલના પ્રભારીમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

એબીએનએસ,વી.આર, પંચમહાલ: ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી અને પંચમહાલ જિલ્લાના…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *