સુરતના ભેસ્તાન તળાવ ખાતે છઠ પુજા નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા.તળાવ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મનપા દ્વારા ફાયર વિભાગની ટીમ, સફાઈ કર્મીઓ અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગઠવવામાં આવ્યું હતું..
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
ઉત્તર ભારતનો સૌથી મોટો પર્વ છઠપૂજાનું ખૂબ મોટું મહત્વ છે.છઠ પૂજાનું પર્વ ઉત્તર ભારત સહિત સુરતમાં પણ ભવ્ય રીતે ઉજવવામાં આવતો હોય છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું આવતું હોય છે.
જેમાંથી એક છઠ પૂજા સેવા સમિતિ ભેસ્તાન દ્વારા ભેસ્તાન તળાવ ખાતે છઠપૂજા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. છઠ પુજા નુ મહત્વ પુત્ર પ્રાપ્તિ, પુત્રનું રક્ષણ, ધન સંપત્તિ સુખદાય, અને આરોગ્યમય રહે તે માટે કરવામાં આવતો હોય છે. આ પર્વત ચાર દિવસનું હોય છે.
અને છઠ્ઠા દિવસે તળાવમાં સ્નાન કરી સૂર્યદેવની પૂજા અર્ચના કરતા હોય છે આ છઠ પૂજા કરતી વેળાએ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને મનપા દ્વારા ફાયર વિભાગની ટીમ સહિત સફાઈ કર્મચારીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ઉત્તર ભારતમાં પણ છઠ પૂજાનું વધુ મહત્વ.સુરતના અલગ અલગ વિસ્તારોમાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ભેસ્તાન તળાવ ખાતે છઠ પુજાનુ આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા પોલીસ બંદોબસ્ત સહિત મનપા દ્વારા ફાયર બ્રિગેડ ટીમ સહિત સફાઈ કર્મચારીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી..