અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ભજવાયેલ પ્રસિદ્ધ નાટક ‘ચાણક્ય’ નિહાળ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાકાર મનોજ જોશી અને નાટકના લેખક, દિગ્દર્શક તેમજ તમામ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
નાટકના મુખ્ય અભિનેતા મનોજ જોશીએ નાટક રજૂ કરતા પહેલા જણાવ્યું હતું કે, ચાણક્ય નાટક છેલ્લાં 36 વર્ષથી એક મિશનની જેમ કાર્યરત છે. ભારતના સંસદભવનથી લઈને દેશભરમાં તેમજ વિદેશમાં પણ આ નાટકના પ્રયોગો થયા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.