Latest

ગાંધીનગરમાં મુખ્યમંત્રી-વિધાનસભા અધ્યક્ષ સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક અને પ્રેરક સહભાગીતાથી ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી.

વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષશ, મંત્રીઓ, ધારાસભ્યો, સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્ર થયા હતા.

આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલના સંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનગૃહમાંથી પગપાળા આ પ્રાંગણમાં પહોંચ્યા હતા.

વિધાનસભા પરિસર સામેના આ હરિયાળા પ્રાંગણમાં હોળીગીતોની સંગીતમય પ્રસ્તુતિ, તથા આદિવાસીઓનાં હોળીનૃત્યોના રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીના કર્યા હતા અને આ રંગપર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો.

પ્રાંગણમાં બેસવા માટે ખાટલા-ઢોલિયા સાથે રંગબેરંગી ફૂલોની સજાવટથી નયનરમ્ય રંગોળી પણ આ હરિયાળા પ્રાંગણની શોભા વધુ રંગમય બની હતી.

રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો, હોળીગીતોના તાલે ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણને રંગારંગ, ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતીક બનાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યો, આમંત્રિતોએ આ રંગ પર્વના ઉલ્લાસ સાથોસાથ સમૂહ ભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના સભ્યો દ્વારા હોળી પર્વની રંગસભર સામૂહિક ઉજવણીની આ પરંપરા ગયા વર્ષથી શરૂ કરાવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્યશ્રી કસવાલા

સાવરકુંડલાના વિકાસને નવી દિશા: ૨૦ કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ અને આઇકોનિક રોડનું…

1 of 591

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *