કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ચૂંટણી પંચ દ્વારા 80 વર્ષ ઉપરના અને જે દિવ્યાંગ મતદારો છે એમનું 12 ડી ફોર્મ ભરી ઘરે બેઠા મતદાન કરવાનું નક્કી કરેલ હતું એ મુજબ આજરોજ અરવલ્લી જિલ્લા ની 30- ભિલોડા, 31-મોડાસા – ,અને 32 બાયડ વિધાનસભા મત વિસ્તાર ના 80+ અને દિવ્યાંગ મતદારો ને ચૂંટણી વિભાગ ના કર્મચારીઓ એ મતદાતા ના ઘરે જઈ નિયમ મુજબ મતદાન કરાવ્યું હતું
અરવલ્લી જિલ્લા માં વિધાનસભા 2022 ની ચૂંટણી માં 80 વર્ષ ઉપરના 17055 મતદારો જ્યારે દિવ્યાંગ 5402 મતદારો નોંધાયા છે જેમાંથી ઘરે બેઠા મતદાન માટે 12 ડી નું ફોર્મ ભરી વિકલ્પ પસંદ કરવાનો હોય છે તે મુજબ જિલ્લા ની ત્રણે બેઠકો માટે કુલ 313 મતદારો એ 12 ડી નો વિકલ્પ પસંદ કર્યો હતો
તે મુજબ આજ રોજ ભિલોડા,મોડાસા,અને બાયડ ત્રણે બેઠકો પર મતદાન યોજાયું હતું જેમાં બાયડ – માલપુર તાલુકા માં 49 મતદારો એ મતદાન કર્યું જ્યારે ભિલોડા- મેઘરજ બેઠક માં 54 મતદારો એ મતદાન કર્યું તેમજ મોડાસા – ધનસુરા વિધાનસભા બેઠક માટે 210 મતદારો એ ઘરે બેઠા મતદાન કર્યું હતું માલપુર ખાતે 85 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની ની દીકરી લીલાવતી બેન પંડ્યા એ ઘરે બેઠા મતદાન નો લાભ લીધો હતો